Surat news: ગાર્ડનમાં લોખંડનો દરવાજો બાળક પર પડ્યો, સારવાર દરમિયાન તોડ્યો દમ
ડાયમંડ સીટી સુરતમાં આજે એક કરુણાંતિકા સર્જાઈ છે, જેમાં પર્વત ગામ વિસ્તારમાં મનપા સંચાલિત ગાર્ડનમાં

ડાયમંડ સીટી સુરતમાં આજે એક કરુણાંતિકા સર્જાઈ છે, જેમાં પર્વત ગામ વિસ્તારમાં મનપા સંચાલિત ગાર્ડનમાં લોખંડનો ગેટ બાળક પર પડતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
સુરતમાં પાલિકા સંચાલિત ગાર્ડનમાં લોખંડનો ગેટ બાળક પર પડ્યો હતો. આ દુર્ઘટના બાદ બાળકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના ડૉક્ટરો બાળકને મૃત જાહેર કર્યો હતો. બાળકના મોત પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. શહેરના પર્વત ગામ વિસ્તારમાં આ દુઃખદ ઘટના બની છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.




