Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : Iranian connection of 200 kg drugs seized from Porbandar revealed

શું ગુજરાત ડ્રગ્સનો દરિયો? પોરબંદરથી ઝડપાયેલા 200 કિલો ડ્રગ્સનું ઈરાની કનેક્શન ખૂલ્યું

Timeછેલ્લું અપડેટ : 17 Feb 2026
લાઇવ ટીવીGoogle News
શું ગુજરાત ડ્રગ્સનો દરિયો?  પોરબંદરથી ઝડપાયેલા 200 કિલો ડ્રગ્સનું ઈરાની કનેક્શન ખૂલ્યું
સોર્સ : GSTV

 ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ કરીને ડ્રગ્સની હેરાફેરી કરવાના આંતરરાષ્ટ્રીય સ્મગલરોના મનસૂબા પર ગુજરાત એટીએસ (ATS) અને ભારતીય કોસ્ટ ગાર્ડે ફરી એકવાર પાણી ફેરવી દીધું છે. એક સંયુક્ત ઓપરેશનમાં પોરબંદરના દરિયાઈ વિસ્તારમાંથી અંદાજે 200 કિલોથી વધુ નશીલા પદાર્થોનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત કરોડો રૂપિયા હોવાનો અંદાજ છે.

App Store

ગુપ્ત બાતમીના આધારે ઓપરેશન

ગુજરાત એટીએસને ચોક્કસ બાતમી મળી હતી કે, દરિયાઈ માર્ગે ડ્રગ્સનો એક મોટો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવનાર છે. આ માહિતીના આધારે ભારતીય કોસ્ટ ગાર્ડની મદદ લેવામાં આવી હતી અને મધદરિયે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. પોરબંદરના દરિયાઈ સીમામાં શંકાસ્પદ રીતે હિલચાલ કરતી એક બોટને સુરક્ષા એજન્સીઓએ આંતરી હતી. બોટની તપાસ કરતા તેમાંથી 200 કિલોથી વધુ ડ્રગ્સ મળી આવ્યું હતું.

ઈરાની કનેક્શન ખુલ્યું

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ નશીલા પદાર્થોનો જથ્થો ઈરાનથી લાવવામાં આવી રહ્યો હતો. પોલીસે બોટમાં સવાર બે ઈરાની શખ્સોની ધરપકડ કરી છે. આ શખ્સો ડ્રગ્સનો જથ્થો ગુજરાતના દરિયાકાંઠે કોને પહોંચાડવાના હતા અને આ આંતરરાષ્ટ્રીય રેકેટના તાર ક્યાં જોડાયેલા છે, તે દિશામાં એટીએસ દ્વારા સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે.