મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Banaskantha news: ઈકબાલગઢ અકસ્માતનો મામલો, પોલીસે ટ્રક ચાલક સામે વિવિધ ગુનાઓ કર્યા દાખલ

આબુ-પાલનપુર હાઈવે પર ઈકબાલગઢ વિસ્તાર નજીક સાંજે સાત વાગ્યાની આ

Banaskantha news: ઈકબાલગઢ અકસ્માતનો મામલો, પોલીસે ટ્રક ચાલક સામે વિવિધ ગુનાઓ કર્યા દાખલ

 આબુ-પાલનપુર હાઈવે પર ઈકબાલગઢ વિસ્તાર નજીક સાંજે સાત વાગ્યાની આસપાસ અકસ્માત સર્જાયો. પ્રાથમિક તપાસ અનુસાર કારમાં સવાર પરિવાર રાજસ્થાનથી પાલનપુર તરફ જઈ રહ્યો હતો.  કાર અને ટ્રક વચ્ચે જે અકસ્માત સર્જાયો હતો તેમાં સાત લોકોના મોત થયા હતા.

FSLની ટીમે અકસ્માતને લઈને તપાસ હાથ ધરી

ગાંધીનગર એફ એસ એલ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મળતા અહેવાલ પ્રમાણે FSLની ટીમે અકસ્માતને લઈને તપાસ હાથ ધરી છે.અમીરગઢ પોલીસે ટ્રક ચાલક પર ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી  હતી.અમીરગઢ પોલીસે વિવિધ કલમો દાખલ કરી હતી, જેમાં કલમો 281,106 (1),125(a),125(b),ns અને મોટર વાહન અધિનિયમ :- 177,184,134 ns કલમ નો fri મા કર્યો ઉલ્લેખ 

રાજસ્થાનના 7 લોકોના મોત 

પ્રાથમિક માહિતી અનુસાર ટ્રક હાઈવે પર રોંગ સાઈડમાં જઈ રહી હતી. અકસ્માત બાદ ટ્રકનો ડ્રાઈવર ઘટનાસ્થળથી ફરાર થઈ ગયો છે. કારમાં સવાર લોકો એક દર્દીની સારવાર માટે પાલનપુર જઈ રહ્યા હતા. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલી 1 મહિલા અને 2 પુરુષોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

આ સમાચાર શેર કરો