અમદાવાદ: 'સરકારી આવાસમાં થતો ભ્રષ્ટાચાર જોવા આમંત્રણ', વિપક્ષે ઠેર ઠેર બેનર્સ લગાવી નોંધાવ્યો વિરોધ
ગુજરાતના અમદાવાદમાં હાલ બેનર વોર ચાલી રહ્યું છે. વિપક્ષ ભ્રષ્ટાચાર મામલે આકરા પાણીએ છે. અમદાવાદ મહાનગરપાલ

ગુજરાતના અમદાવાદમાં હાલ બેનર વોર ચાલી રહ્યું છે. વિપક્ષ ભ્રષ્ટાચાર મામલે આકરા પાણીએ છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઓઢવ વિસ્તારમાં બનાવવામાં આવેલા સરકારી આવાસોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે.
શિવમ આવાસ યોજના, ઓઢવ ખાતે પધારવા હાર્દિક આમંત્રણ
વિપક્ષ દ્વારા બેનરો લગાવી વિરોધ નોંધાવામાં આવ્યો છે. વિપક્ષે ભ્રષ્ટાચારના બનરોમાં ઉલ્લેખ કર્યો છે કે ભ્રષ્ટાચારના નરી આંખે દર્શન કરવા માટે જાહેર જનતા એ શિવમ આવાસ યોજના, ઓઢવ ખાતે પધારવા હાર્દિક આમંત્રણ છે. બેનરોમાં સ્થળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અલગ અલગ સ્થળોએ વિપક્ષે લગાવ્યા બેનર્સ
આ બેનરો વિપક્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન , ખામાસા અને પૂર્વ ઝોન ઓફિસ, વિરાટનગર સહિત અલગ અલગ સ્થળોએ લગાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી વિવિધ પ્રશ્નોને લઈને વિપક્ષ સત્તા પક્ષને ઘેરી રહ્યું થયું છે.






