ગુજરાતમાં BZ જેવા કૌભાંડની આશંકા, 6 વર્ષે નાણા ડબલ કરી આપવાનું કહેનારી ખાનગી કંપનીનું ઉઠમણું
અમદાવાદમાં BZ જેવું કૌભાંડ થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. 6 વર્ષે નાણા

અમદાવાદમાં BZ જેવું કૌભાંડ થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. 6 વર્ષે નાણા ડબલ કરી આપવાનું કહેનારી ખાનગી કંપનીએ ઉઠમણું કરી લીધા હોવાના સમાચાર વહેતા થતા આ કંપનીમાં રોકાણ કરેલું છે એવા જામનગરના 30 જેટલા લોકો અમદાવાદ ખાતે કંપનીની ઓફિસે આવી પહોંચ્યા હતા.
યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડે 6 વર્ષે નાણા ડબલ કરવાની લાલચ આપી લોકો પાસે રોકાણ કરાવ્યું
અમદાવાદની યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડે 6 વર્ષે નાણા ડબલ કરવાની લાલચ આપી લોકો પાસે લખો રૂપિયાની રોકાણ કરવાની આ નાણા ચાઉ કર્યાના આક્ષેપ થયા છે. રોકાણકારોની FD પાકી ગયાના 3 વર્ષ વીતી ચુક્યા હોવા છતાં કંપનીએ રોકાણકારોને કાણી પાઈ આપી નથી.
જામનગરના 30 રોકાણકારો અમદાવાદ ઓફિસે આવી પહોંચ્યાં
જામનગરમાં આવેલી યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયાની ઓફિસ પણ બંધ કરી દેવતા જામનગરના 30 જેટલા રોકાણકારો અમદાવાદ ખાતે આવેલી યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયાની મુખ્ય ઓફિસે આવી પહોંચ્યા હતા અને હોબાળો કાર્યો હતો. રોકાણકારોએ આક્ષેપ લગાવ્યો હતો કે જયારે જયારે અમે નાણા લેવા માટે આવીએ છીએ ત્યારે કંપની દ્વારા નાણા નહીં પણ નાણા મળી જશે એવું આશ્વાસન આપવામાં આવે છે અને અમારે ધક્કા ખાવા પડી રહ્યા છે.
કંપનીના ડાયરેક્ટર આવ્યા મીડિયા સામે
જામનગરના રોકાણકારોએ અમદાવાદની ઓફિસે હોબાળો કર્યા બાદ કંપનીના ડાયરેક્ટર ઉત્કર્ષ રાય મીડિયા સામે આવ્યા હતા અને ખુલાસાઓ કરતા કહ્યું હતું કે રોકાણકારો પાસેથી કાયદામાં રહીને નાણા લેવામાં આવ્યા છે, તેમના નાણા અમારી પાસે સલામત છે અને આવનારા 6 મહિનામાં તમામ રોકાણકારોને તેમના નાણા પરત કરી દેવામાં આવશે.
ઉત્કર્ષ રાયે કહ્યું કે કોરોના પછી કંપનીની સ્થિતિ થોડીક બગડેલી જોવા મળી હતી. અમે હોટલના ઉદ્યોગ સાથે જોડાયેલા છીએ અને કોરોના સમયમાં હોટલો બંધ કરવાનો વારો આવ્યો હતો. હાલ કંપનીની પરિસ્થિતિ સારી છે અને કંપની મજબૂત સ્થિતિમાં આવી રહી છે.
રાજકોટમાં કંપની સામે 5.20 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાઈ
BZની જેમ યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયા દ્વારા રોકાણ કરાવનાર એજન્ટોને કમિશન અપાતું હતું. રાજકોટના એ ડિવિઝન પોલીસ મથકે કંપની સામે નવેમ્બર મહિનામાં ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે. FDની રકમ પાકતી મુદતે ન આપી 5.20 લાખની કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.








