મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: રાજકોટ સિવિલમાં વાયરલ વીડિયો મામલે તપાસ

સોર્સ: gstv

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વૃદ્ધ દંપતીનો વીડિયો વાયરલ થવાના મામલે હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું છે. સિવિલના હિસાબી અધિકારી એમ.એસ. રોયે આ ઘટનાને દુઃખદ ગણાવી સમગ્ર મામલે તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું છે. આ મામલે સંબંધિત એજન્સીને નોટિસ પણ પાઠવવામાં આવી છે. ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે એસઓપી બનાવવામાં આવશે. સાથે જ દર્દીઓને સર્વન્ટ દ્વારા સ્ટ્રેચર પર લઈ જવાની વ્યવસ્થાનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે તેમ અધિકારીએ જણાવ્યું છે.

આ સમાચાર શેર કરો