મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પેસેન્જર વધ્યા સુવિધા નહી, લોકોને બેસવા નથી પૂરતાં ખુરશી-બાંકડા

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ જાહેર થયા બાદ ફ્લાઈટમાં વધારો થયો છે. પેસેન્જર પણ વધ્યા

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પેસેન્જર વધ્યા સુવિધા નહી, લોકોને બેસવા નથી પૂરતાં ખુરશી-બાંકડા

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ જાહેર થયા બાદ ફ્લાઈટમાં વધારો થયો છે. પેસેન્જર પણ વધ્યા છે. જો કે, બસ કે રેલવે સ્ટેશન જેવી સુવિધાઓ પણ ન હોય તેવું સામે આવ્યું છે. મુસાફરોને અહીં પૂરતાં ખુરશી-બાંકડા ન હોવાથી નીચે જમીન પર જ બેસવું પડે તેવી હાલાકી છે.  ધવલ પટેલ નામના ઇન્સ્ટાગ્રામ આઈડી પર સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનો એક પોસ્ટ કરાઈ છે. જેમાં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરો માટે આપવામાં આવતી સુવિધાઓ પર સવાલો ઊભા કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ સ્વામિનારાયણના સાધુએ પટેલોને લઈને આપ્યું વિવાદીત નિવેદન, સુરતમાં લાગણી દુઃભાતા પોલીસમાં અરજી

પોસ્ટ દુઃખદ

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ રેલવે સ્ટેશન જેવું હોય એવી કોમેન્ટ સાથે આ પોસ્ટ પર હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રઈ છે. સંજય શાહએ કહ્યું કે, આજે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનો વીડિયો વાયરલ થયો છે. જેમાં મુસાફરો ગમે ત્યાં નીચે બેસેલા અને સૂતેલા જોવા મળી રહ્યા છે. આ મુસાફરો માટે કોઈપણ પ્રકારની બેસવાની વ્યવસ્થા નથી. એ ખૂબ જ દુઃખદ બાબત છે. સુરત જેવું સ્માર્ટ સિટી અને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ હોવા છતાં પણ પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ એ ખૂબ જ દુઃખદ બાબત છે.

રજૂઆત કરાઈ

એરપોર્ટ ઓથોરિટી દ્વારા ઝડપથી આ પ્રાથમિક સુવિધાઓ મુસાફરોને આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. સુરત એરપોર્ટ પર પ્રાથમિક સુવિધાઓ સીટિંગ વ્યવસ્થા, રેસ્ટ રૂમ, કાફેટેરિયા સહિતની આ તમામ સુવિધાઓ ડેવલોપ કરે અને આ સુવિધાઓનો ઉમેરો કરવામાં આવે એવી માંગ કરવામાં આવી રહી છે. સુરતને આ સુવિધાઓથી વંચિત ન રાખે એવી રજૂઆત કરવામાં આવે છે.

આ સમાચાર શેર કરો