મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટ્રાફિક વધ્યો, નવેમ્બરમાં 1294 ફ્લાઈટમાં 1.52 લાખ મુસાફરોએ કર્યો પ્રવાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લા મુકાયેલા સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર માસિક મુસાફ

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટ્રાફિક વધ્યો, નવેમ્બરમાં 1294 ફ્લાઈટમાં 1.52 લાખ મુસાફરોએ કર્યો પ્રવાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લા મુકાયેલા સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર માસિક મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, આ વર્ષે નવેમ્બરમાં 1,294 એરક્રાફ્ટ મૂવમેન્ટ થયા હતા, જેના દ્વારા 1,52,253 પેસેન્જરોએ મુસાફરી કરી હતી. અગાઉ મે 2019 માં 1,510 એરક્રાફ્ટ મૂવમેન્ટ અને 1,54,667 મુસાફરો હતા. 

આ પણ વાંચોઃ સુરતમાં યુવતીની તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા, બીજા સાથે અફેર હોવાની શંકાએ મંગેતર બન્યો હત્યારો

એક જ મહિનામાં સૌથી વધુ મુસાફરી

એક જ મહિનામાં 1.5 લાખ મુસાફરોએ મુસાફરી કરી હોય તેવો આ પ્રથમ પ્રસંગ હતો. ત્યાર બાદ હવે નવેમ્બર 2024માં આ આંકડો 1.5 લાખને પાર કરી ગયો છે. નવેમ્બર 2024માં સ્થાનિક મુસાફરોની સંખ્યા 1,38,389 અને આંતરરાષ્ટ્રીય મુસાફરોની સંખ્યા 13864 હતી. આ રીતે કુલ 152253 મુસાફરોએ પ્રવાસ કર્યો હતો.  

મુસાફરોમાં વધારો

વર્ષ 2024ની શરૂઆતથી નવેમ્બર સુધી મુસાફરોની વૃદ્ધિ પ્રોત્સાહક હતી. જાન્યુઆરીથી નવેમ્બર સુધીમાં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કુલ 14,89,442 મુસાફરોએ પરિવહન કર્યું હતું. નાણાકીય વર્ષ 2024-25 (એપ્રિલ 2024 થી માર્ચ 2025)માં એરપોર્ટ પર પેસેન્જર ટ્રાફિકમાં પણ વધારો થવાની ધારણા છે. આ વર્ષે એપ્રિલથી નવેમ્બર સુધીમાં કુલ 11,05,461 મુસાફરોએ મુસાફરી કરી હતી.

આ સમાચાર શેર કરો