મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: Ahmedabad ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવતા 19 PI અને 41 PSIની આંતરિક બદલી, તાત્કાલિક અસરે હાજર થવા આદેશ

ગુજરાત પોલીસમાં અમદાવાદ ગ્રામ્યમાં ફરજ બજાવતા 19 પોલીસ ઈન્સ્પેક્ટર(PI) અને 41 પોલીસ સબ ઈન્સ્પ

ગુજરાત પોલીસમાં અમદાવાદ ગ્રામ્યમાં ફરજ બજાવતા 19 પોલીસ ઈન્સ્પેક્ટર(PI) અને 41 પોલીસ સબ ઈન્સ્પેક્ટર(PSI)ની બદલી કરવામાં આવી છે. આ અંગે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક(SP)એ બદલીનો હુકમ કર્યો છે. 

 19 PI અને 41 PSIની આંતરિક બદલી

અમદાવાદ જિલ્લા SP દ્વારા આજે વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે પોલીસ બેડામાં મોટાપાયે આંતરિક બદલીઓના આદેશ કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા 19 PI અને 41 PSIની આંતરિક બદલી કરવામાં આવી છે. લાંબા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા અધિકારીઓની બદલી થતાં પોલીસ તંત્રમાં ભારે હલચલ મચી ગઈ છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર, ખાસ કરીને જે અધિકારીઓ લાંબા સમયથી એક જ સ્થાને સ્થાયી હતા, તેમને બદલીને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. હાલમાં તમામ બદલી થયેલા અધિકારીઓને તાત્કાલિક અસરથી નવી જગ્યાએ હાજર થવા માટે સૂચના આપી દેવામાં આવી છે.

આ સમાચાર શેર કરો