મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મુખ્યમંત્રી સાથે બેઠક બાદ ઇન્ટર્ન-રેસિડેન્ટ ડોક્ટરોની હડતાલનો અંત

રાજ્યભરના ઇન્ટર્ન-રેસિડેન્ટ ડોક્ટરો સ્ટાઈપેન્ડના મુદ્દે છેલ્લા બે દિવસથી હડતાળ પર ઉતર

મુખ્યમંત્રી સાથે બેઠક બાદ ઇન્ટર્ન-રેસિડેન્ટ ડોક્ટરોની હડતાલનો અંત

રાજ્યભરના ઇન્ટર્ન-રેસિડેન્ટ ડોક્ટરો સ્ટાઈપેન્ડના મુદ્દે છેલ્લા બે દિવસથી હડતાળ પર ઉતર્યા હતા. ત્યારે આજે મુખ્યમંત્રી સાથે બેઠક યોજાયા બાદ તબીબોએ હડતાલ પરત ખેંચી લીધી છે. 

ગાંધીનગરમાં મંગળવારે મોડી સાંજે આ આંદોલનકારી તબીબોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજાઈ હતી. સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી પણ હાજર રહ્યા હતા.  આ બેઠકમાં મુખ્યમંત્રીનો સકારાત્મક અભિગમ અને રાજ્યના જરૂરતમંદ નાગરિકોની સારવાર સુશ્રુષાના વ્યાપક જન આરોગ્ય સંભાળ હિતને ધ્યાનમાં લઈ તબીબોએ આંદોલનનો અંત લાવીને હડતાળ પરત ખેંચી લઈ પોતાની સેવાઓ પૂર્વવત કરવાની ખાતરી મુખ્યમંત્રીને આપી છે. 

નોંધનીય છે કે, રાજ્ય સરકારે કરેલા સ્ટાઈપેન્ડ વધારાના ઠરાવ મુજબ 20 ટકાનો વધારો આપવામાં આવ્યો હતો. જેનો રેસિડેન્ટ ડોક્ટરોએ ભારે વિરોધ કર્યા છે. વિરોધ સાથે જુનિયર ડોક્ટર એસોસિએશનની ફરિયાદ છે કે અગાઉ સરકાર સાથે-અધિકારીઓ સાથે થયેલી મીટિંગમાં 40 ટકા વધારા માટે ખાત્રી અપાઈ હતી. પરંતુ સ્ટાઈપેન્ડ સરકારે 20 ટકા જ વધારો કર્યો હતો.

આ સમાચાર શેર કરો