મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: જન્માષ્ટમી લોકમેળાના વીમા કવચની રકમમાં વધારો, એમ્બ્યુલન્સ-ફાયર ફાઇટરની સંખ્યા પણ વધારાઈ

જન્માષ્ટમીના પર્વને ગણતરીના દિવસો બાકી છે. રાજકોટનો જન્માષ્ટમીનો લોકમેળો સૌરાષ્ટ્રભરમાં વિખ્યાત

રાજકોટ: જન્માષ્ટમી લોકમેળાના વીમા કવચની રકમમાં વધારો, એમ્બ્યુલન્સ-ફાયર ફાઇટરની સંખ્યા પણ વધારાઈ

જન્માષ્ટમીના પર્વને ગણતરીના દિવસો બાકી છે. રાજકોટનો જન્માષ્ટમીનો લોકમેળો સૌરાષ્ટ્રભરમાં વિખ્યાત છે. ત્યારે  લોકમેળાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. લોકમેળામાં લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વીમાની રકમ 5 કરોડથી વધારીને રૂ.7.50 કરોડ કરવામાં આવી છે.

રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમી તહેવાર નિમિત્તે આગામી તારીખ 24થી 28 ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમી લોકમેળો યોજાશે. જેના પગલે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 

વીમા કવચમાં 2.5 કરોડનો વધારો કરાયો

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાનાર લોકમેળાના આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. લોકમેળામાં લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વીમા કવચમાં 2.5 કરોડનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

11.30 વાગ્યે લોકમેળાની એન્ટ્રી બંધ કરી દેવાશે

અગાઉ વીમા કવચ 5 કરોડ હતો. જે હવે વધારીને 7.50 કરોડ કરવામાં આવ્યો છે. તેમજ એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટરમાં વધારો કરાયો છે.  3 એમ્બ્યુલન્સ સામે આ વર્ષે 5 એમ્બ્યુલન્સ અને ગત વર્ષના 3 ફાયર ફાઇટરને બદલે આ વર્ષે 5 ફાયર ફાઇટરની વ્યવસ્થા મેળા માટે કરાઇ છે.  લોકમેળાની એન્ટ્રી 11.30 વાગ્યે બંધ કરી દેવાશે. 

આ સમાચાર શેર કરો