મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પેપર-પેનની જગ્યાએ વિદ્યાર્થીઓના હાથમાં પાવડા-તગારા, બોડેલીના તરગોળની શાળાના માસૂમ કરે છે જોખમી કામ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના તરગોળ ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અભ્

પેપર-પેનની જગ્યાએ વિદ્યાર્થીઓના હાથમાં પાવડા-તગારા, બોડેલીના તરગોળની શાળાના માસૂમ કરે છે જોખમી કામ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના તરગોળ ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાની જગ્યાએ જોખમી રીતે બાંધકામમાં લગાવી દેવામાં આવ્યાનું સામે આવ્યું છે. કેટલાક બાળકો માથા ઉપર ટાઇલ્સ ઉંચકી રહ્યા છે, તો કેટલાક બાળકો શૌચાલય સાફ કરી રહ્યા છે. 

આ પણ વાંચોઃ સુરત બન્યું નકલી ડોક્ટરનું હબ! બોગસ સર્ટીફિકેટના આધારે પ્રેક્ટિસ કરતાં વધુ 3 દબોચાયા

સ્કૂલમાં રિનોવેશનનું કામ

બાળકોને બાળ મજૂરી કરવી રહ્યા હોય તેવું સામે આવી રહ્યું છે. અહીં તો સ્કૂલ છે અને સ્કૂલમાં રિનોવેશનનું જે કામ ચાલી રહ્યું છે. તેમાં આ બાળકો કામ કરી રહ્યા છે. આ કામ કરાવી રહ્યા છે. સ્કૂલના આચાર્ય ગુરુની જવાબદારી છે કે બાળકોના ભાવિનું ધડતર કરવાનું પરંતુ શું આવી રીતે થઈ રહ્યું છે તે યોગ્ય છે તેવા સવાલો ઉભા થઈ રહ્યાં છે. 

લોકોમાં ઉઠ્યા સવાલ

છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. ત્યારે કેટલાય વિસ્તારોમાં શિક્ષકો હોય તો શાળાના ઓરડા નથી. ઓરડા હોય તો શિક્ષકોનો અભાવ છે. પૂરતા પ્રમાણમાં શિક્ષણનો અધિકાર પણ મળતો નથી. વર્ષો પહેલા છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજના લોકો પોતાના બાળકોને સ્કૂલે મોકલતા ના હતા. કેવળ મજૂરી કરાવતા હવે જ્યારે લોકો સમજુ થયા છે અને હરણ ફાળ ભરતી દુનિયામાં પોતાનું બાળક પાછળના રહે તે માટે હવે પોતાના બાળકોને સ્કૂલે મોકલતા થયા છે. અહીં તો બાળકોને શિક્ષણનું જ્ઞાન મળવું જોઈએ ત્યાં બાળકો મજૂરી કરે રહ્યા છે. સવાલ એ ઊભો થાય છે કે શું આ રીતે ભણશે ગુજરાત..

આ સમાચાર શેર કરો