મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ : પરષોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે પોસ્ટર ઉપર શાહી ફેંકવામાં આવી

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી વિવાદિત ટિપ્

રાજકોટ : પરષોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે પોસ્ટર ઉપર શાહી ફેંકવામાં આવી

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી વિવાદિત ટિપ્પણી અંગે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં વિરોધ થઇ રહ્યો છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ ખાતે આવેલા મધ્યસ્થ કાર્યાલય પાસે રૂપાલાના પોસ્ટર ઉપર કાળી શાહી કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ફેંકવામાં આવી હોય તે પ્રકારનું પોસ્ટર જોવા મળી રહ્યું છે. 

લોકસભા ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા રાજકોટ શહેરના ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે 150 ફૂટ રીંગ રોડ ખાતે આવેલા મધ્યસ્થ કાર્યાલય પાસે રૂપાલાના પોસ્ટર ઉપર કાળી શાહી કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ફેંકવામાં આવી છે. આ પોસ્ટરમાં વડાપ્રધાન મોદી અને પરશોત્તમ રૂપાલા સાથે પોસ્ટરમાં દેખાય રહ્યા છે. સાથે લખ્યું છે કે, રાજકોટ છે મક્કમ રૂપાલા સાથે અડીખમ.

પીએમ મોદી 22 એપ્રિલે રાજકોટમાં સંબોધશે જનસભા

નોંધનીય છે કે, પીએમ મોદી નરેન્દ્ર મોદી 20 એપ્રિલ બાદ લોકસભા ચૂંટણી અંતર્ગત ગુજરાતમાં પ્રચારની શરૂઆત કરશે. સૂત્રો અનુસાર પીએમ મોદી રાજકોટથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. 22 એપ્રિલે પીએમ મોદી રાજકોટમાં જનસભા સંબોધશે. રાજકોટ બેઠકના વિવાદને ધ્યાનમાં રાખીને પીએમ મોદીના પ્રચારની શરૂઆત સૌરાષ્ટ્રના રાજકોટથી કરવામાં આવશે. 

પીએમ મોદી લાવશે રૂપાલા વિવાદનો ઉકેલ 

ઉલ્લેખનીય છે કે પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી વિવાદિત ટિપ્પણી અંગે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં વિરોધ થઇ રહ્યો છે. ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે રાજકોટ બેઠક પરથી રૂપાલાની ટિકિટ રદ્દ કરવામાં આવે. આ માટે ક્ષત્રિય સમાજે બેઠકો, સંમેલનો, રેલીઓ અને વિરોધ પ્રદર્શન પણ શરૂ કર્યા છે. તો સાથે જ ક્ષત્રિય સમાજની બહેનોએ વડાપ્રધાન મોદીને પોસ્ટકાર્ડ લખવાની ઝુંબેશ પણ શરૂ કરી છે. 

આ સમાચાર શેર કરો