મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગીર સોમનાથમાં વાહનચાલકોને લૂંટવા માટેની પરમિટનો પ્રારંભ, 60 કિલોમીટરમાં જ શરૂ થયું ત્રીજું ટોલનાકું

ગીર સોમનાથના વેરાવળ તાલુકાનું વિવાદિત સુંદરપુરા ટોલનાકાનો પ્રારંભ થયો છે. જોકે ફરી એક વખત આ ટોલનાકાને

ગીર સોમનાથમાં વાહનચાલકોને લૂંટવા માટેની પરમિટનો પ્રારંભ, 60 કિલોમીટરમાં જ શરૂ થયું ત્રીજું ટોલનાકું

ગીર સોમનાથના વેરાવળ તાલુકાનું વિવાદિત સુંદરપુરા ટોલનાકાનો પ્રારંભ થયો છે. જોકે ફરી એક વખત આ ટોલનાકાને લઈને ભારે વિરોધ જોવા મળ્યો છે. 60 કિલોમીટરની અંદર જ ડારી ગામ, સુંદરપુરા અને વેળવા ગામ એમ ત્રણ ટોલનાકા કાર્યકત થયા છે. જેની સામે ગામલોકો, ખેડૂતો અને રાજકીય નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચોઃ અમરેલી/ કારનો દરવાજો લોક થઇ જતાં 4 બાળકોના ગૂંગળામણથી મોત

વેરાવળના સુંદરપુરા ટોલનાકાન પ્રારંભ થતાં હવે ટુરિસ્ટોએ સોમનાથથી દીવ જવા માટે બે ટોલનાકા ઉપર ટેક્સ ભરીને જવું પડશે. સ્થાનિક લોકોએ કામ બાબતે એક જ જિલ્લામાં આવવા-જવા માટે બે વખત રૂપિયા ચુકવવા પડશે. ગીર સોમનાથ જિલ્લામાં ઉભા કરાયેલા ત્રણ ટોલનાકાઓનું કુલ અંતર 63 કિ.મી. હોવાથી લોકો જાણવા માંગે છે કે એક વધારાના ટોલનાકાની મંજૂરી આપી કોણે?

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરી દ્વારા લોકસભામાં આપેલા નિવેદન મુજબ બે ટોલનાકા વચ્ચેનું અંતર 60  કિ.મી. હોય છે. આમ છતાં કોઈ સ્થળે ઓછા અંતરે ટોલનાકું હોય તો વાહન ચાલકોએ અહીં ટોલ આપવાનો થતો નથી. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસા નજીકના વેળવા ટોલનાકું અને સુત્રાપાડા તાલુકાના સુંદરપુરા ટોલનાકું શરૂ થયું છે. વાહન ચાલકો પાસેથી નાણાં ખંખેરવાનું ચાલુ થતાં સ્થાનિક લોકો સહિત ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે.

આ ઉપરાંત વેળવા ટોલનાકાની નજીકના ગામો વેળવા, માલગામ, પાંચ પીપળવા, અડવી, ડોળાસા વિગેરે ગામોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ કરવામાં આવી છે. કારણ કે અનેક ખેડૂતો એવા છે કે તેઓનું રહેણાક અને જમીન વચ્ચે વેળવા ટોલનાકું આવે છે. અનેક ખેડૂતો એવા છે કે જે કાર ધરાવે છે. અનેક ધંધાર્થીઓ અને નોકરિયાતો એવા છે, જે ડોળાસા રહે છે અને ફરજ કોડીનાર બજાવે છે. એ જ રીતે કેટલાયે લોકો એવા છે, જે કોડીનાર રહે છે અને ડોળાસા કે તેની આજુબાજુમાં ગામો નોકરી કે વ્યવસાય કરે છે. એ પૈકીના અનેક લોકો કારનો ઉપયોગ કરે છે અને દિવસ દરમિયાન એકથી વધુ વાર આ ટોલનાકેથી પસાર થવું પડે છે. જેઓ માત્ર પાંચથી પંદર કિ.મી. આ રોડનો ઉપયોગ કરે છે. જેઓને વેળવા ટોલ ટેક્ષમાંથી મુક્તિ આપવા માંગ કરી છે.

આ સમાચાર શેર કરો