મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટનું ટાયર ફાટ્યું, વિમાનમાં 150 મુસાફરો હતા સવાર 

અમદાવાદના એરપોર્ટ પર શુક્રવારે ઇન્ડિયો ફ્લાઇટનું ટાયર ફાટ્યું હતું. જોકે, સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી

અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટનું ટાયર ફાટ્યું, વિમાનમાં 150 મુસાફરો હતા સવાર 

અમદાવાદના એરપોર્ટ પર શુક્રવારે ઇન્ડિયો ફ્લાઇટનું ટાયર ફાટ્યું હતું. જોકે, સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. આ ફ્લાઇટમાં 150 જેટલા મુસાફરો સવાર હતા. 

અચાનક ફ્લાઇટ રનવે પર રોકાઈ ગઈ હતી

બેંગલુરૂથી અમદાવાદ એરપોર્ટ પર બપોરે  લેન્ડ થયેલી ઇન્ડિગોની ફ્લાઇટ 6E 6595નું ટાયર ફાટી ગયું હતું. પરિણામે ફ્લાઇટ અચાનક રનવે પર રોકાઈ ગઈ હતી. જેના પગલે તમામ મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. 

જોકે, બાદમાં ફ્લાઇટના પાયલોટે એટીસીનો સંપર્ક કર્યો હતો. એરપોર્ટ ઓથોરિટીએ તાત્કાલિક ધોરણે ફ્લાઇટને અન્ય સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું હતું. જેને લઈને અન્ય ફ્લાઇટ સમયસર અવર-જવર કરી શકે. તો મુસાફરોને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. 

ફ્લાઇટનું ટાયર ફાટતા મુસાફરો અટવાયા

બીજી તરફ ઇન્ડિગો ફ્લાઇટમાં ટાયર ફાટવાની ઘટના બનતા બેંગલુરુ જનારા 175 જેટલા મુસાફરો અટવાયા હતા. બેંગલુરુથી આવેલી ફ્લાઇટ સાંજે 4:35 કલાકે ફરી બેંગલુરૂ જવા રવાના થવાની હતી. જોકે ફ્લાઇટનું ટાયર ફાટતા આ ફ્લાઇટ રાત્રે 9:30 કલાકે રવાના થઈ હતી. 

આ સમાચાર શેર કરો