મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Indian Railways: મુસાફરો ધ્યાન આપે! મહેસાણામાં બ્રિજનું કામ ચાલતું હોવાથી કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરાઈ, જાણો વિગત

Indian Railways: પશ્ચિ

Indian Railways: મુસાફરો ધ્યાન આપે! મહેસાણામાં બ્રિજનું કામ ચાલતું હોવાથી કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરાઈ, જાણો વિગત

Indian Railways: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા મુસાફરોની સુરક્ષા અને સુવિધા વધારવા માટે આંતરમાળખાકીય કામગીરી હાથ ધરવામાં આવી છે. મહેસાણા અને જગુદણ સ્ટેશન વચ્ચે આવેલા બ્રિજ નંબર 976ના પુનર્નિમાણ માટે એન્જિનિયરિંગ બ્લોક લેવામાં આવ્યો છે, જેના કારણે રેલ વ્યવહાર પર આંશિક અસર જોવા મળશે.

રદ્દ કરવામાં આવેલી ટ્રેન
રેલવે પ્રશાસનના જણાવ્યા અનુસાર, તા. 22.02.2026ના રોજ દોડતી ટ્રેન સંખ્યા 79435/79436 સાબરમતી–પાટણ–સાબરમતી ડેમુ ટ્રેન સંપૂર્ણપણે રદ્દ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પરિવર્તિત માર્ગ પર ચાલનારી ટ્રેનો
એન્જિનિયરિંગ કાર્યને કારણે નીચેની ટ્રેનો તેમના નિર્ધારિત માર્ગ મહેસાણા–આંબલિયાસણ–કલોલને બદલે કટોસણ રોડ થઈને ચાલશે:

યોગનગરી ઋષિકેશ–સાબરમતી એક્સપ્રેસ (19032): આ ટ્રેન પરિવર્તિત માર્ગ મહેસાણા–કટોસણ રોડ–કલોલ થઈને દોડશે.

દૌલતપુર ચોક–સાબરમતી એક્સપ્રેસ (19412): આ ટ્રેન પણ કટોસણ રોડ થઈને સાબરમતી પહોંચશે.

મુસાફરોને અપીલ
રેલવે તંત્ર દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આ ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીનું આયોજન કરે. ટ્રેનોના સમય અને સ્ટેટસ અંગેની લેટેસ્ટ માહિતી માટે ઈન્ડિયન રેલવેની ઓફિશિયલ વેબસાઈટ પર સંપર્ક કરવા જણાવાયું છે.

આ સમાચાર શેર કરો