કચ્છના રણમાં ઇન્ડિયન આર્મી દ્વારા લેન્ડ યોટિંગ અભિયાનનો પ્રારંભ, એશિયાની એક માત્ર અનોખી સ્પર્ધા
આર્મી દિવસની ઉજવણીના ભાગરૂપે ઇન્ડિયન આર્મી દ્વારા કચ્છના રણમાં લેન્ડ યોટિંગ અભિયાનનો પ્રારંભ કર

આર્મી દિવસની ઉજવણીના ભાગરૂપે ઇન્ડિયન આર્મી દ્વારા કચ્છના રણમાં લેન્ડ યોટિંગ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. એશિયામાં એકમાત્ર કચ્છના રણમાં લેન્ડ યોટિંગ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. ઈન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા જવાનો કચ્છ સરહદ અને ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થાય અને સરહદ વિસ્તારના લોકો સેનામાં જોડાય તેવા ઉદેશ્ય સાથે સાહસિક અભિયાન આયોજન કરવામાં આવ્યું.
ગુજરાતના કચ્છના રણ ખાતે ઈન્ડિયન આર્મી દ્વારા લેન્ડ યોટિંગ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અનોખી સ્પર્ધા એશિયામાં એકમાત્ર કચ્છના રણમાં યોજાય છે, જેમાં દેશભરમાંથી 20 આર્મી જવાનોએ ભાગ લીધો છે.
કચ્છના રણમાં લેન્ડ યોટિંગ અભિયાનનું આયોજન
કચ્છના ધોરડો ખાતે રણમાં આર્મી જવાનો દ્વારા લેન્ડ યોટિંગ અભિયાનનું આયોજન કર્યું કર્યું છે. કચ્છના ધોરડો ખાતે 400 કિ.મી.ના અંતરમાં 20 આર્મી જવાનો પાંચ દિવસની સફર કરશે. ઈન્ડિયન આર્મીના આ અભિયાન અંતર્ગત કચ્છના વિધાકોર્ટ, ધોરડો, ધર્મશાળા, શક્તિબેટ સહિતના સરહદી વિસ્તારો મુલાકાત કરશે. લેન્ડ યોટિંગ અભિયાનમાં 400 કિ.મી.નું અંતર પૂર્ણ થયા બાદ તેનું સમાપન કરાશે.






