મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મોંઘવારીનો વધુ એક માર, સિંગતેલ સહિતના ખાદ્યતેલના ભાવમાં વધારો

Edible oil Price hike: સમગ્ર ગુજરાતમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. વરસાદની શરૂઆત થતાં ઓઇલ મિલો બંધ થઇ જતાં માર્કેટમાં સી

મોંઘવારીનો વધુ એક માર,  સિંગતેલ સહિતના ખાદ્યતેલના ભાવમાં વધારો

Edible oil Price hike: સમગ્ર ગુજરાતમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. વરસાદની શરૂઆત થતાં ઓઇલ મિલો બંધ થઇ જતાં માર્કેટમાં સીધી તેલના ભાવ પર વર્તાઇ રહી છે. સિંગતેલ, કપાસિયા, સોયાબિન ઓઇલ અને પામ ઓઇલના ભાવમાં સરેરાશ 30થી 40 રૂપિયાનો વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. આગામી દિવસોમાં પણ હજુ ભાવ વધુ ઉંચકાશે એમ વેપારીઓનું કહેવું છે. 

આ પહેલાં પણ છેલ્લા 3 વખત ભાવ વધારો નોંધાયો હતો. રાજકોટમાં સિંગતેલના બજાર માં પ્રતિ 15 કિલ્લો ડબ્બાના ભાવમાં રૂપિયા 40 નો વધારો ઝીંકાયો છે. હાલમાં સિંગતેલનો ભાવ રુપિયા 2600 નજીક પહોંચી ગયો છે.

ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં તહેવારોની સિઝન શરૂ થવાની છે ત્યારે સિંગતેલના ભાવમાં વધારો સામાન્ય પરીવાર માટે એક સમસ્યા બની રહેશે. સિંગતેલના ભાવ વધારાના લીધે મધ્યમ વર્ગના પરિવારો બજેટ પણ ખોરવાઇ જશે.

અમદાવાદ બજારના ભાવ

સીંગતેલ, કપાસિયા અને પામ ઓઈલમાં રૂપિયા 30નો થયો વધારો

સીંગતેલનો ડબ્બો 2530 થી વધીને 2560 આસપાસ નોંધાયો

કપાસિયા તેલનો ડબ્બો 1660 થી 1690  આસપાસ નોંધાયો

પામ ઓઇલ નો ડબ્બો 1660 થી 1680-90 આસપાસ નોંધાયો

આ સમાચાર શેર કરો