સુરત રેલવે સ્ટેશન પર યાત્રીઓની સંખ્યામાં વધારો, 1 કરોડ મુસાફરોએ કરંટ વિન્ડો પરથી 112 કરોડની લીધી ટિકિટ
મુસાફરોમાં આજે પણ ટ્રેનમાં મુસાફરી કરવી પ્રથમ પસંદગી રહેતી હોય છે. ત્યારે સુરત રેલવે સ્ટેશન પર કરંટ ટિકિ

મુસાફરોમાં આજે પણ ટ્રેનમાં મુસાફરી કરવી પ્રથમ પસંદગી રહેતી હોય છે. ત્યારે સુરત રેલવે સ્ટેશન પર કરંટ ટિકિટ વિન્ડો પરથી 1.0 કરોડ યાત્રીઓએ ટિકિટ ખરીદી ટ્રેનમાં મુસાફરી કરી હતી, જેના કારણે રેલવેને 112 કરોડની આવક થઈ છે.
વિન્ડો પરથી ટિકિટ ઘટી
ઉધના રેલવે સ્ટેશન પરથી પણ મોટી સંખ્યામાં મુસાફરોએ યાત્રા કરી, જેમાં 39.71 લાખ યાત્રીઓએ કરંટ ટિકિટ લીધા હતા, અને તેની સામે રેલવેને રૂ. 61.20 કરોડની આવક થઈ છે. આ ઉપરાંત, PRS (Passenger Reservation System) સેન્ટર પરથી 4.69 લાખ મુસાફરોએ ટિકિટ બુક કરી હતી. પરંતુ 2024-25 દરમિયાન આ સંખ્યા ઘટીને માત્ર 3.35 લાખ રહી છે, જે નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે.
ડિજિટલ બુકિંગ વધ્યા
સુરત અને ઉધના રેલવે સ્ટેશનોની આંકડાકીય વૃદ્ધિ મુસાફરીની વધતી માંગ દર્શાવે છે, જ્યારે PRS સેન્ટરમાં ટિકિટ બુકિંગમાં ઘટાડા પાછળ ડિજિટલ બુકિંગની વધતી પ્રથા એક કારણ હોઈ શકે છે.






