મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજ્યમાં હૃદયરોગની સાથે પેરાલિસિસ-સ્ટ્રોકના કેસમાં વધારો, દરરોજ 35 વ્યક્તિઓ બને છે શિકાર

છેલ્લા કેટલાક વર્ષથી હૃદયરોગની સાથે પેરાલિસિસ-સ્ટ્રોકના કેસમાં પણ ચિંતાજનક રીતે

રાજ્યમાં હૃદયરોગની સાથે પેરાલિસિસ-સ્ટ્રોકના કેસમાં વધારો, દરરોજ 35 વ્યક્તિઓ બને છે શિકાર

છેલ્લા કેટલાક વર્ષથી હૃદયરોગની સાથે પેરાલિસિસ-સ્ટ્રોકના કેસમાં પણ ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં જ આ વર્ષે 8 મહિનામાં 8300થી વઘુ લોકોને પેરાલિસિસનો હુમલો આવ્યો છે. આમ, પ્રતિ દિવસે સરેરાશ 35 વ્યક્તિ પેરાલિસિસ-સ્ટ્રોકનો શિકાર બને છે. 

છેલ્લા 8 મહિનામાં 8380 કેસ

થોડા વર્ષ અગાઉ પેરાલિસિસ-સ્ટ્રોકનો શિકાર બનનારા મોટાભાગના વૃદ્ધો હતા. પરંતુ હવે ચિત્ર બદલાયું છે અને યુવાનોમાં પણ પેરાલિસિસ-સ્ટ્રોકના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.

પેરાલિસિસ-સ્ટ્રોકના 7911 કેસ નોંધાયા

ગુજરાતમા ગત વર્ષે જાન્યુઆરીથી ઓગસ્ટ દરમિયાન પેરાલિસિસ-સ્ટ્રોકના 7911 કેસ નોંધાયા હતા, જેની સરખામણીએ આ વર્ષે 8 મહિનામાં 8380 કેસ નોંધાયેલા છે. પેરાલિસિસ-સ્ટ્રોકના સૌથી વઘુ કેસમાં અમદાવાદ 2317 સાથે મોખરે છે. આ સ્થિતિએ અમદાવાદમાં દરરોજ સરેરાશ 10 વ્યક્તિને પેરાલિસિસ-સ્ટ્રોક માટે ઈમરજન્સી સેવા ‘108’ ની મદદ લેવી પડી છે. 

આ સમાચાર શેર કરો