મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નસવાડીના પલાસણીમાં 9 માસથી સ્લેબ ડ્રેઈનની કામગીરી અધૂરી, કડક કાર્યવાહીની માગ સાથે ગ્રામજનોમાં આક્રોશ

નસવાડી તાલુકાના પલાસણી ગામે અશ્વિન નદી ઉપર અઢી કરોડના ખર્ચે સ્લેબ ડ્રેઇન તેમજ એપ્રો

નસવાડીના પલાસણીમાં 9 માસથી સ્લેબ ડ્રેઈનની કામગીરી અધૂરી, કડક કાર્યવાહીની માગ સાથે ગ્રામજનોમાં આક્રોશ

નસવાડી તાલુકાના પલાસણી ગામે અશ્વિન નદી ઉપર અઢી કરોડના ખર્ચે સ્લેબ ડ્રેઇન તેમજ એપ્રોચ રોડની કામગીરી નવ માસથી કોન્ટ્રાક્ટર બંધ કરીને જતો રહ્યો છે. જેથી પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા ત્રણ જેટલી નોટિસો આપવામાં આવી હતી. 66 લાખ જેટલો ખર્ચ સરકારી ચોપડે કામનો બતાવી દેવામાં આવ્યો હતો. જેના કારણે પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ વિમાસણમાં મુકાયા હતા. કારણ કે કોન્ટ્રાક્ટર કામ શરુ કરવા માટે આવતો નહોતો. જેથી ગ્રામજનોને અવર જવર માટે મુશ્કેલી પડતી હતી.

આ પણ વાંચોઃ રાજપીપળાના રાજ મહેલમાં ચોરી, પિસ્તોલ-ચેક સહિતની કિંમતી વસ્તુઓનો હાથફેરો

ટેન્ડરની કામગીરી

પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓની નોટિસને કોન્ટ્રાક્ટર ઘોળીને પી જતા પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. જયારે આ સરસ્વતી કન્ટ્રક્શન એજન્સીએ ફરીથી છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ટેન્ડર ભરતા અધિકારીઓ આ ટેન્ડરના બહાને એજન્સીને બોલાવીને કામગીરી કરાવવા માટે ફરમાન કર્યું છે. જયારે આ કોન્ટ્રાક્ટરને ફરીથી નવા ટેન્ડરોની કામગીરી આપવાની તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે. જેને લઈને હાલ તો વિરોધ ઉઠી રહ્યો છે. પલાસણી ગામના ગ્રામજનો હાલ તકલીફ ભોગવી રહ્યા છે. તેવી તકલીફ બીજા ગામના લોકો ન ભોગવે તે માટે અધિકારીઓએ ધ્યાન આપવાની જરૂરિયાત છે.

કામનો વરવો નમૂનો

હાલ તો પલાસણી ગામે નવ માસથી અધૂરું કામ મૂકીને ગયેલા કોન્ટ્રાક્ટર નવ માસ બાદ આવતા પલાસણીના ગ્રામજનોએ પણ રજૂઆત કરી છે. કામગીરી વહેલી તકે શરુ થાય તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે. ગૂમ થયેલા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને લોકોએ વહેલી તકે સ્લેબ ડ્રેઇનની કામગીરી પૂરી કરવા રજૂઆત કરી છે. નવ માસથી દુઃખ ભોગવતા લોકોની મુશ્કેલીનો અંત ક્યારે આવશે. તે તો જોવાનું રહ્યું.. સરકાર આદિવાસી વિસ્તારના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવે છે. પરંતુ, દૂર દૂરથી આવતા કોન્ટ્રાક્ટરો સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિ જોયા વગર ટેન્ડરો ડાઉનમાં ભરી દે છે. ત્યાર બાદ વર્ષો સુધી કામ પુરા થતા નથી તેનો આ વરવો નમૂનો છે. 

આ સમાચાર શેર કરો