મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટમાં 700 કરોડના બેનામી વ્યવહારમાં આયકર વિભાગનો મોટો ખુલાસો, ભાજપના નેતાએ પણ કર્યું હતું રોકાણ

રાજકોટમાં છ મહિના પહેલા આવકવેરા ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા લાડાણી એ

રાજકોટમાં 700 કરોડના બેનામી વ્યવહારમાં આયકર વિભાગનો મોટો ખુલાસો, ભાજપના નેતાએ પણ કર્યું હતું રોકાણ

રાજકોટમાં છ મહિના પહેલા આવકવેરા ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા લાડાણી એસોસિએટ અને ઓરબિટ બેરિંગ સહિત તેના ભાગીદારોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં 700 કરોડના બેનામી વ્યવહાર મળી આવ્યા હતા. તપાસના છ મહિના બાદ આયકર વિભાગે ખુલાસો કર્યો છે. ભાજપના નેતાએ પણ 10 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે.

ભાજપના નેતાએ 10 કરોડનું કર્યું હતું રોકાણ

ભાજપના નેતાએ પોતાના ડ્રાઇવર અને સગા સબંધીના નામે બિલ્ડર લાડાણી ગ્રુપમાં રોકાણ કર્યું હતું. 2019થી ભાજપના નેતા લાડાણી બિલ્ડર્સમાં રોકાણ કરતા હોવાનું સામે આવ્યું છે. આ સાથે અનેક ડૉક્ટરોએ પણ રોકાણ કર્યું હોવાનું ખુલ્યું છે. 6 મહિના પહેલા આયકર વિભાગ દ્વારા સર્ચ દરમિયાન ઝુંપડપટ્ટીમાંથી ઓરડીમાંથી દસ્તાવેજો કબ્જે કર્યા હતા. ચકાસણી દરમિયાન ચોંકાવનારી વિગતોનો ખુલાસો થઇ રહ્યો છે.

છ મહિના પહેલા લાડાણી એસોસિએટ અને ઓરબિટ બેરિંગમાં આયકર વિભાગે પાડેલા દરોડા બાદ 500 લોકોને નોટિસ ફટકારવામાં આવી છે. કાળા નાણાનો આંક 1200 કરોડે પહોંચ્યો હોવાનું અનુમાન છે. રાજકોટના મોટાભાગના રોકાણકારોએ રોકડેથી વ્યવહાર કર્યું હોવાનો ખુલાસો પણ થયો છે.

આ સમાચાર શેર કરો