રાજ્ય શિક્ષણ મંત્રીનું મોટું નિવેદન, RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયામાં આવક મર્યાદા થઇ શકે છે 6 લાખ
સુરત: RTEને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના રાજ્ય શિક્ષણ મંત્

સુરત: RTEને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયાનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, RTE હેઠળ ફોર્મ ભરવા માટે 10 દિવસની મુદ્દત વધારવામાં આવી છે. RTE હેઠળ પ્રવેશમાં આવક મર્યાદામાં વધારો થઈ શકે છે. પહેલા RTE હેઠળ રૂપિયા 1,20,000 ની આવક મર્યાદિત હતી તે વધારીને 6 લાખ સુધીની થઇ શકે છે. RTEમાં આવક મર્યાદા 6 લાખ કરવામાં આવી શકે છે.
RTE ગુજરાત પ્રવેશ 2025-26 વિશે:
આર્થિક અને સામાજિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને સારી શાળાઓમાં શિક્ષણ મળી રહે તે માટે RTE ગુજરાત પ્રવેશ 2025-26 અંતર્ગત ફોર્મ ભરવાની તારીખની જાહેરાત કરવામાં આવી છે. આ માટે નર્સરીથી પહેલા ધોરણ સુધી વિદ્યાર્થીઓને પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે, અરજી કરવા માટે વેબસાઇટ rte.orpgujarat.comની મુલાકાત લેવાની રહેશે.
લાયકાત:
- ઉમેદવાર ગુજરાતનો કાયમી નિવાસી હોવો જોઈએ.
- ઉમેદવાર સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગનો હોવો જોઈએ.
- વિદ્યાર્થી RTE દ્વારા માન્યતા પ્રાપ્ત સરકારી અથવા ખાનગી શાળામાં ભણતો હોવો જોઈએ.
વય મર્યાદા:
- ન્યુનતમ વય: 5 વર્ષથી વધુ
- મહત્તમ વય: 7 વર્ષથી ઓછું
આવક મર્યાદા:
આ યોજનામાં માત્ર આર્થિક અને સામાજિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ જ અરજી કરી શકે છે.
જરૂરી દસ્તાવેજો:
- તાજેતરની પાસપોર્ટ સાઇઝ ફોટો
- ઉમેદવારનું આધાર કાર્ડ
- માતાપિતાના આધાર કાર્ડ અને અન્ય ઓળખ પત્ર
- જન્મ પ્રમાણપત્ર
- સરનામાના પુરાવા
- શાળા પ્રવેશ રસીદ
- વિદ્યાર્થીઓના વય પુરાવા
- આવક પ્રમાણપત્ર
- સ્વસત્યાપિત દસ્તાવેજ
- બીપીએલ રેશન કાર્ડ
કઈ રીતે અરજી કરવી:
- RTE ગુજરાતની સત્તાવાર વેબસાઇટ પર જાઓ: rte.orpgujarat.com
- હોમ પેજ પર “RTE પ્રવેશ 2025-26” સૂચના પર ક્લિક કરો.
- પ્રવેશ ફોર્મ લિંક પર ક્લિક કરીને નોંધણી પૂરી કરો.
- નોંધણી કર્યા પછી rte.orpgujarat.com પર લોગિન કરો.
- લોગિન બોક્સમાં નોંધણી આઈડી અને પાસવર્ડ દાખલ કરો.
- “અરજી કરો” પર ક્લિક કરો અને ફોર્મમાં માંગેલી તમામ માહિતી ભરો.
- જરૂરી દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો અપલોડ કરો.
- ફોર્મ સબમિટ કર્યા પછી ભવિષ્યમાં ઉપયોગ માટે તેની હાર્ડ કોપી પ્રિન્ટ કરાવો.
મહત્વપૂર્ણ તારીખો:
- પ્રારંભ તારીખ: 28 ફેબ્રુઆરી 2025
- અંતિમ તારીખ: 12 માર્ચ 2025






