પાડોશી પરથી વિશ્વાસ ઉઠી જાય તેવી ઘટના..અંકલેશ્વરમાં ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવો કિસ્સો
આપણી આસપાસ અને સમાજમાં જે પ્રકારે ઘટનાઓ બની રહી છે. જેને જોતાં લાગે છે કે, ઘોર કળ

આપણી આસપાસ અને સમાજમાં જે પ્રકારે ઘટનાઓ બની રહી છે. જેને જોતાં લાગે છે કે, ઘોર કળિયુગની શરૂઆત થઇ ગઇ છે. એક જમાનામાં પહેલો સગો પાડોશી કહેવાતો હતો. પરંતુ, જ્યારે અંકલેશ્વરનો આ કિસ્સો વાંચ્યા બાદ પાડોશી પરથી વિશ્વાસ ઉઠી જશે. આવો જાણીએ શું છે સમગ્ર ઘટના.
લોકોના ટોળાં ઉમટ્યાં
વાત જાણે એમ છે કે અંકલેશ્વરના જીતાલી વિસ્તારમાંથી છઠ્ઠ પૂજાના દિવસે એક આઠ વર્ષનો બાળક ગુમ થયો હતો. જેને લઇને પરિવાજનોએ બાળકનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી. જે અંગે પોલીસે તપાસ કરતાં પાડોશીના ઘરમાં રાખેલી લોખંડની પેટીમાંથી ગુમ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાને પગલે સોસાયટીના રહીશો ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. પોલીસે લોખંડની પેટીમાંથી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.
લોકોએ વરસાવી ધિક્કાર
બાળકને મોતને ઘાટ ઉતારી દેનાર પાડોશી પર આસપાસના રહીશો ધિક્કાર વરસાવી રહ્યા છે. કોઇ અંગત અદાવત કે રંજિશ સહિતના વિવિધ પાસાઓને ધ્યાને રાખી અંકલેશ્વર પોલીસે તપાસનો દૌર શરૂ કરી દીધો છે. આ સમગ્ર ઘટનામાં પાડોશીની સંડોવણી છે કે નહી, અથવા તો અન્ય કોઇએ બાળકની હત્યા કરી છે કેમ વગેરે માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.








