ટ્રાફિક દરમિયાન હોર્ન મારવા બાબતે મહિલા PSI સાથે છેડતી અને મારામારીની ઘટના, ત્રણની ધરપકડ
અમદાવાદમાંથી મહિલા PSI સાથે છેડતી અને મારામારીની ઘટના સામે આવી છે જેમાં ટ્

અમદાવાદમાંથી મહિલા PSI સાથે છેડતી અને મારામારીની ઘટના સામે આવી છે જેમાં ટ્રાફિક સમય દરમિયાન રસ્તા પર હોર્ન કેમ મારે છે તેમ કહીને મહિલા PSI સાથે છેડતીની ઘટના સામે આવી છે. બંદોબસ્ત પતાવીને મહિલા PSI સરખેજથી ઘર બાજુ પરત ફરી રહ્યા હતા. ત્યારે સરખેજ જુહાપુરામાં ટ્રાફિક હોવાના કારણે આગળ ઉભેલી ટુ-વ્હીલરને હોર્ન માર્યો હતો.
જે મામલે ટુ વ્હીલર ચાલાકે મહિલા પીએસઆઇ સાથે ઝઘડો અને મારામારી કરી હતી. ટુ વ્હીલર ચાલાકની પત્ની પિતરાઈ ભાઈ અને સાગરીતોએ ભેગા મળીને મહિલા PSIની છેડતી કરીને લાતો મારી હતી. બાદમાં મામલે વેજલપુર પોલીસે ત્રણ લોકો પર પોલીસ ફરિયાદ નોંધીને આરોપીઓની ધરપકડ કરી છે.



