અમદાવાદ શહેરમાં પાન-મસાલા ખાઈ જાહેરમાં પિચકારી મારનાર સામે તંત્રની દંડનાત્મક કાર્યવાહી
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પાન મસાલા ખાઇ જાહેરમાં પિચકારી મારનાર લોક

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પાન મસાલા ખાઇ જાહેરમાં પિચકારી મારનાર લોકો સામે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા સ્વછતા સર્વેક્ષણ આવી રહ્યું છે ત્યારે આ કાર્યવાહીને વધુ સઘન રીતે કરવામાં આવી રહી છે. આ મામલે સ્થળ ઉપરાંત કોર્પોરેશનના કંટ્રોલ રૂમમાંથી શહેરમાં લગાવેલા CCTV દ્વારા આવી રીતે ગંદકી ફેલાવનારા લોકોને મેમો આપવામાં આવી રહ્યો છે.
આ મામલે એક વર્ષમાં ૧૯,૯૪૧ લોકોની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને ૨૩.૩૨ લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. આમ તંત્ર દ્વારા મોટા પાયે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. દંડ કરવા છતાં હજી લોકો પાન અને મસાલાની પિચકારી મારી ગંદકી ફેલાવે છે. સૌથી વધુ દક્ષિણ ઝોનમાં ૫,૬૧૨ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે મધ્ય ઝોનમાં સૌથી ઓછા ૧,૪૦૯ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
ઝોન વાઇસ કાર્યવાહી પર નજર કરીએ તો, પૂર્વમાં ૨,૬૦૧ લોકો સામે ૨.૭૩ લાખનો દંડ, પશ્ચિમમાં ૩,૧૦૮ લોકો સામે ૩.૬૮ લાખનો દંડ, ઉત્તરમાં ૧,૫૦૩ લોકો સામે ૧.૫૮ લાખનો દંડ, મધ્યમાં ૧,૩૦૯ લોકો સામે ૧.૫૫ લાખનો દંડ, ઉત્તર-પશ્ચિમમાં ૩,૩૩૪ લોકો સામે ૫.૫૯ લાખનો દંડ તથા દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૨,૩૭૪ લોકો સામે ૨.૫૮ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.






