અમદાવાદમાં ગ્રાહકે મંગાવ્યું વેજ અને આવ્યું નોનવેજ, ખોરાક આરોગતા તબિયત લથળી
અમદાવાદ શહેરમાં ફરી એકવાર હોટેલની બેદરકારી સામે આવી છે. ગ્રાહકે વેજ બિરીયાન

અમદાવાદ શહેરમાં ફરી એકવાર હોટેલની બેદરકારી સામે આવી છે. ગ્રાહકે વેજ બિરીયાની ઓર્ડર કરતા પહેલા સમાચાર જાણી લેવા જરૂરી છે.
અમદાવાદના એક ગ્રાહકને વેજ બિરીયાનીના બદલે નોનવેજ બિરીયાની અપાઈ હોવાનું સામે આવ્યું છે. ઓનલાઇન મંગાવેલી વેજ બિરીયાનીમાં નોનવેજ પધરાવી દેવાતા હોટલની મોટી બેદરકારી સામે આવી છે. ગ્રાહક દ્વારા નોનવેજ બિરીયાની આરોગતા તબિયત લથડી હતી. અમદાવાદ શહેરના બ્રાહ્મણ પરિવારને હોટેલનો કડવો અનુભવ થયો છે. ગ્રાહકની ધાર્મિક લાગણીઓ દુભાઇ હોવાથી ગ્રાહક ડિપ્રેસન્સમાં આવી ગયો છે. અગાઉ પણ હોટલો દ્વારા આવી ગંભીર પ્રકારની ભુલો થતી રહી છે. સાઉથ બોપલ ખાતે આવેલા ‘ધ રિબેલ ફાસ્ટ ફુડ પ્રોડક્સ’ એકમમાં નોનવેજ બિરીયાની બની હતી.
હોટેલ દ્વારા આ મામલે ભૂલનો સ્વીકાર કર્યો છે. સમગ્ર મામલે ગ્રાહકે AMC ફુડ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે ફુડ એકમ ખાતે વેજ અને નોન વેજ એક જગ્યા પર બનતું હતું. ફુડ એકમ સામે કાર્યવાહી કરવા ગ્રાહકે માગણી કરી છે.






