મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Junagadh news: ફિશિંગ બોટના માછીમારો પર મધદરિયે હુમલો, કોસ્ટગાર્ડે તાત્કાલિક પહોંચી બચાવ્યા

જૂનાગઢના માંગરોળના બંદરની ફિશિંગ બોટના માછીમારો પર મધદરિયે હુમલાની ઘટના બની છે. અજા

Junagadh news: ફિશિંગ બોટના માછીમારો પર મધદરિયે હુમલો, કોસ્ટગાર્ડે તાત્કાલિક પહોંચી બચાવ્યા

જૂનાગઢના માંગરોળના બંદરની ફિશિંગ બોટના માછીમારો પર મધદરિયે હુમલાની ઘટના બની છે. અજાણી લાઈટ ફિશિંગ બોટ મધદરિયે પહોંચી હતી. તે બોટના લોકોએ સ્થાનિક માછીમારોને માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાની જાણ થતા કોસ્ટગાર્ડે પહોંચી માછીમારોને બચાવ્યા છે. આ સાથે જ બે-ત્રણ શંકાસ્પદ બોટને માંગરોળ બંદર પર લાવવામાં આવી હતી. માંગરોળ મરીન પોલીસ દ્વારા ‘ખો’ આપતા મામલો પોરબંદર મરીન પોલીસને સોંપવાની કામગીરી થઈ, જેના કારણે પીડિત માછીમારોને વધુ દોડધામ અને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ સમાચાર શેર કરો