મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Amreli ના ફુલઝર ગામની ઘટનાના પડઘા સુરતમાં, પાટીદાર સમાજ ન્યાય માટે એકત્રિત, રેલી દ્વારા આંદોલનની ચીમકી

અમરેલી જિલ્લાના ફુલઝર ગામમાં બનેલી હિંસક ઘટનાના પડઘા હવે સુરતમાં પડ્યા છે. આ ઘટ

Amreli ના ફુલઝર ગામની ઘટનાના પડઘા સુરતમાં, પાટીદાર સમાજ ન્યાય માટે એકત્રિત, રેલી દ્વારા આંદોલનની ચીમકી

અમરેલી જિલ્લાના ફુલઝર ગામમાં બનેલી હિંસક ઘટનાના પડઘા હવે સુરતમાં પડ્યા છે. આ ઘટનામાં પાટીદારો પર અસામાજિક તત્વો દ્વારા થયેલા હુમલા અને ત્યારબાદ ખોટી રીતે કેસ કરવામાં આવ્યા હોવાના આક્ષેપોને લઈને સુરતમાં પાટીદાર સમાજની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

મીટિંગમાં દિગ્ગજ આગેવાનોની હાજરી

સુરતમાં યોજાયેલી આ બેઠકમાં પાટીદાર સમાજના મોટી સંખ્યામાં આગેવાનો, યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પાટીદાર આગેવાન વિજય માંગુકિયા, અભિન કળથીયા, અલ્પેશ કથીરીયા સહિત અનેક યુવાનો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા. સમાજે એક થઈને ફુલઝરની ઘટનામાં ન્યાયની માંગ કરી છે.

શું છે ફુલઝર ગામની ઘટના?

ફુલઝર ગામમાં કાઠી દરબારના યુવાનો અને પાટીદાર યુવાનો વચ્ચે જૂથ અથડામણ સર્જાઈ હતી. પાટીદાર સમાજનો આક્ષેપ છે કે ગામના ચોકમાં ઊભેલા પાટીદારો પર હથિયારો સાથે કાઠી દરબારો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ગાડી ચડાવી દેવામાં આવી હતી. આ હુમલામાં 7 જેટલા પાટીદારો ઈજાગ્રસ્ત થયા હતા. જોકે, આ ઘટનામાં બહાર ગામથી આવેલ એક નિર્દોષ કાઠી દરબારનું પણ મોત નીપજ્યું હતું.

ખોટી રીતે કેસ કરાયાનો આક્ષેપ

પાટીદાર સમાજનો મુખ્ય આક્ષેપ એ છે કે કાઠી દરબારના મોતનો આરોપ પાટીદારો પર લગાવીને તેમના આગેવાનોએ પાટીદારો પર વળતો હુમલો કર્યો હતો અને ત્યારબાદ ખોટી રીતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફરિયાદમાં પાટીદાર સમાજના 29 જેટલા લોકો સામે નામજોગ અને અન્ય 50 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.

સમાજનું કહેવું છે કે, કેટલાક નિર્દોષ લોકોના નામ પણ ફરિયાદમાં ઉમેરવામાં આવ્યા છે. જેમાં એક યુવકનું હોસ્પિટલમાં ઓપરેશન ચાલુ હતું અને અન્ય એક યુવક લગ્નમાં હાજર હોવા છતાં ફરિયાદમાં તેમનું નામ લખાયું છે. પાટીદાર સમાજનો આક્ષેપ છે કે સીસીટીવીના પુરાવા હોવા છતાં પોલીસે ખોટી રીતે ફરિયાદ નોંધી છે.

ન્યાય માટે આંદોલનની ચીમકી

પાટીદાર સમાજ ન્યાયની માંગ સાથે સુરતમાં એકત્રિત થયો છે અને ખોટી ફરિયાદ રદ કરવાની માંગ કરી છે. જો ન્યાય નહીં મળે તો સમાજે આંદોલન સ્વરૂપે સુરતથી ફુલઝર ગામ સુધી રેલી કાઢવાની ચીમકી આપી છે.

આ સમાચાર શેર કરો