રીલ્સ બનાવવાના ચક્કરમાં બસ ડ્રાઈવરે અંબાજી નજીક સર્જ્યો અકસ્માત, 4 લોકોના મોત
રીલ્સ બનાવવાના ચક્કરમાં લોકો કઈ જગ્યાએ હોય છે તેનું કોઈ ભાન હોતું નથી. યાત્રાધ

રીલ્સ બનાવવાના ચક્કરમાં લોકો કઈ જગ્યાએ હોય છે તેનું કોઈ ભાન હોતું નથી. યાત્રાધામ અંબાજી જઈ રહેલી બસના ડ્રાઈવરે પણ ચાલુ બસે શું સૂઝ્યું કે રિલ્સ બનાવવા લાગ્યો. પેસેન્જરોએ ના પાડવા છતાં ડ્રાઈવર વીડિયો બનાવતો રહ્યો અને રોડ ઉપરના બમ્પને કુદાવતા ત્રિશુલિયા ઘાટી પર ભારે અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા છે. અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
બસનો ડ્રાયવર ત્રિશુલીયા ઘાટી પર બસ લઈને પહોંચ્યો ત્યારે મોબાઇલમાં વીડિયો ઉતારતો હતો. બસના મુસાફરો જણાવ્યુ કે અમે ના પાડી હતી કે વીડિયો ના બનાવો, તેમ છતાં ડ્રાઈવરે કોઈનું ન સાંભળ્યું અને વીડિયો બનાવતો રહ્યો. વીડિયોના ચક્કરમાં ડ્રાઈવરે ઘાટી પર 4 બમ્પ કુદાવ્યા હતા અને ત્યારબાદ બચ અચાનક પલટી ગઈ હતી. ડ્રાઇવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે.
52 જેટલા મુસાફરોને લઈ જતી બસમાં 4 લોકો મોતને ભેટ્યા છે. બસ દુર્ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા અને બનાસકાંઠા કલેક્ટર ઘટના સ્થળે દોડી આવ્યા છે. જણાવાઈ રહ્યું છે કે, આ બસમાં કઠલાલના ભક્તો મા અંબાના દર્શન કરીને પોતાનાં ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માતનો ભોગ બન્યા હતા.






