મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત: ચાલુ વર્ષમાં નિયમોના ભંગ બદલ 30.91 લાખ વાહનચાલકોને મળ્યા ઈ-મેમા

ગુજરાત સહિત દેશભરમાં વિવિધ રાજ્યોમાં વાહનો ચાલકોને સિગ્નલ તોડવાથી માંડી હેલ્મે

ગુજરાત: ચાલુ વર્ષમાં નિયમોના ભંગ બદલ 30.91 લાખ વાહનચાલકોને મળ્યા ઈ-મેમા

ગુજરાત સહિત દેશભરમાં વિવિધ રાજ્યોમાં વાહનો ચાલકોને સિગ્નલ તોડવાથી માંડી હેલ્મેટ નહીં પહેરવા સહિતના વિવિધ નિયમોના ભંગ બદલ ઈ-મેમો કે ઈ-ચલણ ઇસ્યુ કરવાની સિસ્ટમ છેલ્લા કેટલાક વર્ષોથી અમલી બની છે, ત્યારે ગુજરાતમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં વાહન ચાલકોને જુદા જુદા નિયમના ભંગ બદલ 30.91 લાખ ઈ-મેમો ઈસ્યુ થઈ ચૂક્યા છે અને ગુજરાત હાલ ઈ-મેમોની સંખ્યામાં દેશમાં ચોથા ક્રમે છે. જ્યારે ઉત્તર પ્રદેશ 1.12 કરોડના ઈ-મેમો સાથે દેશમાં પ્રથમ ક્રમે છે.

આ પણ વાંચો: તારીખ પે તારીખ: ગુજરાતની કોર્ટોમાં 17.32 લાખથી વધુ કેસનો ભરાવો

 ઈ-મેમોની સંખ્યામાં પ્રતિવર્ષ વધારો 

ગુજરાતમાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા વાહન ચાલકોને નિયમોના ભંગ બદલ કરવામાં આવતાં ઈ-મેમોની સંખ્યામાં પ્રતિવર્ષ વધારો પણ થઈ રહ્યો છે અને ગત વર્ષે 2023માં જ્યાં 12.16 લાખ ઈ-મેમો વાહન ચાલકોને ઈસ્યુ થયા હતા ત્યારે આ વર્ષે 2024માં અત્યાર સુધીમાં 30.91 લાખ ઈ-મેમો ઇસ્યુ થઈ ચૂક્યા છે. 

રોંગ સાઇડ વાહન ચલાવવું, લાયસન્સ-પીયુસી અને વીમા સહિતના વિવિધ ડૉક્યુમેન્ટ વિના વાહન ચલાવવું અને હેલ્મેટ વિના વાહન ચલાવવાથી માંડી સિગ્નલ તોડવા બદલ તેમજ ઓવર સ્પીડમાં ગાડી ચલાવવા સહિતના અનેક નિયમ ભંગ માટે ઈ-મેમો ઇસ્યુ કરવામાં આવે છે. જુદી જુદી રકમના દંડ સાથે ઈ-મેમો વાહનચાલકોને નંબર પ્લેટના આધારે ઇસ્યુ થાય છે. 

આ સમાચાર શેર કરો