મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટમાં યુવતીની આત્મહત્યા પર પરિવાર દ્વારા દુષ્પ્રેરણની ફરિયાદ મામલે કેતન ભુવાનો વીડિયો આવ્યો સામે

રાજકોટમાં એક યુવતીએ તાજેતરમાં આત્મહત્યા કરી હતી જેમાં તેના પરિવાર દ્વારા આક્ષેપ લગાવવમાં આવ્યો હતો કે

રાજકોટમાં યુવતીની આત્મહત્યા પર પરિવાર દ્વારા દુષ્પ્રેરણની ફરિયાદ મામલે કેતન ભુવાનો વીડિયો આવ્યો સામે

રાજકોટમાં એક યુવતીએ તાજેતરમાં આત્મહત્યા કરી હતી જેમાં તેના પરિવાર દ્વારા આક્ષેપ લગાવવમાં આવ્યો હતો કે ભુવા કેતન સાગઠિયા નામના યુવકના ત્રાસથી યુવતીએ આત્મહત્યા કરી હતી. રાજકોટમાં કોમલ સોલંકી નામની યુવતીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી, જેમાં પરિવારના આક્ષેપો વચ્ચે કેતન સાગઠિયાએ વીડિયો બનાવી જાહેર કર્યો છે. તેમજ કેતન સાગઠિયાએ વીડિયો સાથે એક સ્ક્રિનશોટ પણ શેર કર્યો છે.

વીડિયોમાં કેતન સાગઠિયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, યુવતીએ મારા કારણે નહિ પરંતુ તેના માતા પિતાના ત્રાસથી આત્મહત્યા કરી છે. કેતન સાગઠિયાએ દાવો કર્યો કે યુવતીએ આત્મહત્યા કર્યા પહેલા એક મેસેજ મોકલ્યો હતો. મેસેજમાં તેના પિતા દારૂ પી ઘરે ઝઘડો કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. અમારી વચ્ચે બંન્નેને કોઇ મતભેદ નથી. તો પરિવાર દ્વાર લોન અંગે પુછતા કેતન સાગઠિયાએ જણાવ્યું હતું કે યુવતી અને તેના પરિવારની બધી લોન કેતન સાગઠિયાએ પોતે લીધી છે અને તેની ભરપાઈ હજુ પણ વ્યાજ સાથે તેઓ કરી રહ્યા છે. કેતન ભુવાએ દાવો કર્યો મને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે કેતન સાગઠિયા સામે આત્મહત્યા દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાઇ છે.

આ સમાચાર શેર કરો