VIDEO: DGPના આદેશ બાદ રાજકોટ પોલીસ એકશન મોડમાં, ગાંજા સાથે પકડાયેલ આરોપીના ઘરે બુલડોઝર ફર્યું
અમદાવાદના વસ્ત્રાલમાં બેફામ બનેલા અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવાની ઘટના સામે આવી હતી. આ ઘટના બ
અમદાવાદના વસ્ત્રાલમાં બેફામ બનેલા અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવાની ઘટના સામે આવી હતી. આ ઘટના બાદ સરકારમાં ગૃહમંત્રીથી લઈને રાજ્યના પોલીસ પ્રશાસનની કામગીરી પર સવાલો ઊભા થયા હતા. જેના પગલે પોલીસ તંત્ર સફાળું જાગ્યું હોય તેમ રાજ્યના પોલીસ વડા દ્વારા દરેક જિલ્લાઓમાંથી રીઢા ગુનેગારોનું લિસ્ટ મંગાવવામાં આવ્યું હતું. અવાર નવાર ગુનાખોરીને અંજામ આપતા ગુનેગારોના મકાન ઉપર બુલડોઝર ચલાવી કાયદાનું ભાન કારવવાન આદેશ પોલીસ દ્વારા આપવામાં આવ્યા હતા. જેને પગલે રાજકોટમાં સૌથી સંવેદનશીલ ગણાતા વિસ્તારમાં દાદાનું બુલડોઝર ફર્યું છે.
રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ ગુજરાત પોલીસ એકશન મોડમાં આવી છે. જેમાં રાજકોટ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને SOG રાજકોટના સૌથી સંવેદનશીલ વિસ્તાર ગણાતા જંગલેશ્વરમાંઆ પહોંચી હતી. રાજકોટના ભક્તિનાગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા આ વિસ્તારમાંથી જાવેદ જુણેજા નામના આરોપીને 51 કિલો ગાંજા સાથે પકડવામાં આવ્યો હતો. જે મકાનમાંથી ગાંજો પકડવામાં આવ્યો હતો તે મકાનને ડિમોલેશન કરવાની પ્રક્રિયા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.




