મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જ્વલનશીલ પદાર્થનું વેચાણ કૌભાંડ: અમદાવાદ- રાજકોટ હાઈવે પર બે હોટલમાં ચાલતું હતું મોટું રેકેટ

સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલ નાગરાજ હોટલ અને ખુશ્બૂ હોટલ પર દરોડ

જ્વલનશીલ પદાર્થનું વેચાણ કૌભાંડ: અમદાવાદ- રાજકોટ હાઈવે પર બે હોટલમાં ચાલતું હતું મોટું રેકેટ

સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલ નાગરાજ હોટલ અને ખુશ્બૂ હોટલ પર દરોડા પાડવામાં આવ્યા હતા. પ્રાંત અધિકારીઓએ દરોડા પાડીને ગેરકાયદેસર રીતે સ્ટોર કરવામાં આવેલા 5,000 લીટર જ્વલનશીલ પદાર્થને જપ્ત કર્યો. આ જપ્તી સાથે 5.65 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો છે. 

જ્વલનશીલ પદાર્થ બનાવીને ગેરકાયદેસર વેચાણ કરવાનું રેકેટ ઝડપાયું

હોટલના રસોડામાં ટાંકા બનાવીને જ્વલનશીલ પદાર્થ બનાવીને ગેરકાયદેસર વેચાણ કરવાનું રેકેટ ઝડપાયું છે. આ જ્વલનશીલ પદાર્થથી  ગંભીર દુર્ઘટના સર્જાવાની શક્યતા હતી. આ રેકેટના કારણે મોટી અકસ્માતની ઘટના બની શકે હતી, અને આ મામલે અનેક સવાલ ઊભા થયા છે કે આવા ખતરનાક સંગ્રહ માટે જવાબદાર કોણ હશે.

દરોડાની કાર્યવાહી દરમિયાન 3 ટાંકાને સીલ કરવામાં આવ્યા

દરોડાની કાર્યવાહી દરમિયાન 3 ટાંકા જપ્ત કરવામાં આવ્યા અને તેમને સીલ કરવામાં આવ્યા. હોટલના માલિક, યુવરાજ ધાંધલ અને જોરૂ ધાંધલ સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હવે એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે આ જ્વલનશીલ પદાર્થ આ હોટલોમાં કઈ રીતે અને ક્યાંથી આવ્યો.

આ સમાચાર શેર કરો