સુરેન્દ્રનગરમાં ખનિજ માફિયાઓએ ગૌચર જમીન ખોદી નાંખી, માલધારીઓ ભડકતા થયો વિવાદ
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ માફિયાઓ બેફામ બન્યા છે. જિલ્લાના ખાટડી ગા

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ માફિયાઓ બેફામ બન્યા છે. જિલ્લાના ખાટડી ગામે સોલાર કંપનીના કામોમાં માટી નાખવા ગૌચર જમીનો પર આડેધડ ખોદકામ કરવામાં આવતા માલધારી સમાજમાં રોષ ફેલાયો છે. ખાટડી ગામે સોલાર કંપનીના પ્રોજેક્ટમાં ગૌચર જમીન ખોદકામ કરી માટી નાખવા મુદ્દે માલધારીઓ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે.
ગૌચરની જમીનો બચાવવા અંગે માલધારીઓએ ખનિજ ખોદકામ બંધ કરાવી યોગ્ય પગલાં ભરવા તંત્રને અપીલ કરી છે. 250 વિઘા ગૌચર જમીન ખતરામાં હોવાનું માલધારીઓ જણાવી રહ્યા છે. તેમજ નેતાઓ દ્વારા જ આ પ્રકારનું કૃત્ય કરવામાં આવતા હોવાનો પણ આક્ષેપ માલધારીઓ જણાવી રહ્યા છે.




