મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતના સ્યાદલા ગામે આડાસંબંધમાં પતિએ પત્નીને માર મારી કરી હત્યા, ઈજાગ્રસ્તની સારવારની જગ્યાએ 4 દિવસ ઘરમાં રાખી

In Surat's Syadla village, the husband beat his wife to death in a cross relationship, instead of treating the injured, he kept her in the house for 4 days

સુરત જિલ્લામાં આડા સંબંધના વહેમમાં પતિએ પત્નીની હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવી છે. પત્નીને બૂટ અને ઢીકા મુક્કીનો માર મારી પત્નીની હત્યા કરી નાખી હતી. જેથી કીમ પોલીસે હત્યારા પતિની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

સુરતના ઓલપાડ તાલુકાના સ્યાદલા ગામે 14 તારીખના રોજ હીંચકારી ઘટના બની હતી. મૂળ મધ્ય પ્રદેશના ઇન્દોરના અને સયાદલા ગામે રાજ મંદિર સોસાયટીમાં રહેતા રાજદીપ કમલ શર્માએ પોતાની પત્ની હેમલતાના અન્ય વ્યક્તિ સાથેના આડા સંબંધ હોવાની શંકાને લઈ પત્ની હેમલતાને બૂટ અને ઢીકામુક્કીનો માર મારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી નાખી હતી.

હોસ્પિટલે સામાન્ય સારવાર બાદ 18 તારીખ સુધી ઘરે સુવડાવી રાખી હતી. જોકે પત્નીની તબિયત વધારે લથડતા પોતાની પત્નીને લઈ સુરત સિવિલ ખાતે લઈ જવા માટે નીકળ્યો હતો. જોકે સિવિલના તબીબે તપાસ કરતા પત્ની હેમલતાનું મોત નિપજી ચૂક્યું હતું. ઘટનાની જાણ સિવિલમાંથી કીમ પોલીસને કરવામાં આવતા કિમ પોલીસે તરત જ પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી હત્યારા પતિની ધરપકડ કરી લીધી હતી

આ સમાચાર શેર કરો