મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટમાં યુવતી બની રણચંડી, રિક્ષામાં મુક્કા મારી કાચ તોડયો

રાજકોટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહિંના મોટી ટાંકી ચોકમાં એક યુવતી રણચંડી બનતી જોવા મળી હતી. આ દરમિયાન વા

રાજકોટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહિંના મોટી ટાંકી ચોકમાં એક યુવતી રણચંડી બનતી જોવા મળી હતી. આ દરમિયાન વાહન અથડાવા જેવી બાબતમાં રીક્ષા ચાલક સાથે યુવતીને બોલાચાલી થતા મામલો ગરમાયો હતો.

યુવતીએ રિક્ષામાં મુક્કા મારી રીક્ષાનો કાચ તોડયો

મામલો એવો ગરમાયો કે યુવતીએ રિક્ષામાં હાથથી મુક્કા મારી રીક્ષાનો કાચ પણ તોડી નાંખ્યો હતો. રણચંડી બનેલી આ યુવતીએ કાયદો હાથમાં લઈ સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હતો. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. ત્યારે મુખ્ય સવાલ એ છે કે શું વીડિયો વાયરલ થયા બાદ પોલીસ યુવતી પર કાર્યવાહી કરશે ખરા?

આ સમાચાર શેર કરો