VIDEO: રાજકોટમાં મહિલાએ ટેમ્પો ચાલક સાથે કરી ઉગ્ર બોલાચાલી પછી માર્યા એક પછી એક લાફા
ગુજરાતના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે.&nb
ગુજરાતના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. રાજકોટના સાધુવાસવાણી રોડ પર એક નાનકડા અકસ્માતે મોટો વિવાદ સર્જ્યો હતો. એક ટુ-વ્હીલર ચલાવતી મહિલાનું વાહન ટેમ્પો સાથે અથડાયું હતું, જે બાદ મહિલાએ ટેમ્પો ચાલક સાથે ઉગ્ર બોલાચાલી કરી અને તેને ફડાકા માર્યા. સમગ્ર ઘટના કોઈએ કેમેરામાં કેદ કરી લીધી, અને આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મહિલાની આક્રમક વર્તણૂક જોવા મળે છે, જેના કારણે લોકોમાં આ ઘટના અંગે ચર્ચા શરૂ થઈ છે. શું આ વાયર વીડિયો મામલે પોલીસ કોઈ ેક્શન લેશે કે નહીં તે પણ જોવાનું રહ્યું.



