મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: મધુવન સ્કૂલમાં મંજૂરી વગર ચાલતા વર્ગોનો ભાંડો ફૂટ્યો, અન્ય શાળાનું LC આપ્યાનો પણ આરોપ

રાજકોટ શહેરમાં વધુ એક નકલી સ્કૂલ છેલ્લા 10 વર્ષથી ધમધમતી હોવાની આશંકા સેવા

રાજકોટ: મધુવન સ્કૂલમાં મંજૂરી વગર ચાલતા વર્ગોનો ભાંડો ફૂટ્યો, અન્ય શાળાનું LC આપ્યાનો પણ આરોપ

રાજકોટ શહેરમાં વધુ એક નકલી સ્કૂલ છેલ્લા 10 વર્ષથી ધમધમતી હોવાની આશંકા સેવાઈ રહી છે. ગોંડલ રોડ ઉપર આવેલી મધુવન સ્કૂલ મંજૂરી વિના ચાલતી હોવાની ફરિયાદ સામે આવી છે.

રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ

છેલ્લા દસ વર્ષથી ધોરણ 9 અને 10નાં વર્ગો મંજૂરી વગર ચાલી રહ્યા છે. ત્યારે આ મામલે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે. મધુવન સ્કૂલમાં માત્ર ધોરણ 1થી 8ની મંજૂરી છે. ત્યારે મંજૂરી ન હોવા છતાં ધોરણ 9 અને 10ના ક્લાસ ચલાવવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી છે.

ધોરણ 10 પાસ કર્યા બાદ અન્ય ગ્રાન્ટેડ સ્કૂલના LC આપવાની ફરિયાદ

મધુવન શાળામાં ધોરણ 10 પાસ કર્યા બાદ અન્ય ગ્રાન્ટેડ સ્કૂલના LC આપવામાં આવતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે આ પ્રકારની ફરિયાદ મળતા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. શિક્ષણ અધિકારીએ પ્રતિક્રિયા આપી છે કે જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ મળી છે કે ધોરણ 10 સુધીની શાળા માન્યતા વગર અને ડમી ચાલે છે, જેમાં આ દિશામાં અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. બે અધિકારીઓ શાળાના સંચાલકો અને આચાર્યના નિવેદન લેવામાં આવશે.

આ સમાચાર શેર કરો