VIDEO : રાજકોટમાં સાસરિયા પક્ષ દ્વારા વિધવા મહિલાનું મુંડન, જ્યોતિનાથ બાપુએ ઘટનાને વખોડી
રાજકોટમાં સાસરિયા પક્ષ દ્વારા વિધવા મહિલાનું મુંડન કરાવવાના ચકચારી કિસ્સામાં હવે સનાતન સંત સ

રાજકોટમાં સાસરિયા પક્ષ દ્વારા વિધવા મહિલાનું મુંડન કરાવવાના ચકચારી કિસ્સામાં હવે સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિરનાથ બાપુનું નિવેદન સામે આવ્યું છે. તેમણે આ ઘટનાને અત્યંત નિંદનીય ગણાવતા કહ્યું કે, આ એક કુ-રિવાજ છે અને દરેક વ્યક્તિને ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે. વર્ષો જૂની આવી અમાનવીય પરંપરાઓમાંથી મુક્ત થવું અનિવાર્ય હોવાનું જણાવી તેમણે આ કૃત્ય કરનારાઓ સામે પોલીસને કડક પગલાં લેવાની અપીલ કરી છે. સંત સમિતિએ આ અંધશ્રદ્ધાભરી ઘટનાનો સખત શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે.




