મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર: લખતરમાં હાથ પગ બાંધેલી હાલતમાં યુવાનને કેનાલ પર ફેંકી શખ્સો ફરાર

સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં યુવાનને અપહરણ કરીને અજાણ્ય

સુરેન્દ્રનગર: લખતરમાં હાથ પગ બાંધેલી હાલતમાં યુવાનને કેનાલ પર ફેંકી શખ્સો ફરાર

સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં યુવાનને અપહરણ કરીને અજાણ્યા શખ્સો ઉઠાવી ગયા બાદ કેનાલ પર ઢોર માર મારીને દોરડાથી બાંધીને રઝળતો મૂકીને ફરાર થઈ ગયાની ઘટના સામે આવી છે.

યુવાનને અર્ધબેભાન હાલતમાં મેડિકલ કોલેજમાં સારવાર અર્થે દાખલ કર્યો

મળતા અહેવાલ પ્રમાણે કોર્ટ મુદતમાં આવેલા યુવકે આરોપ લગાવ્યો કે પાંચથી વધુ શખ્સોએ અપહરણ કર્યું, પછી મને ઢોર માર માર્યો ત્યાર બાદ આ શખ્સોએ કેનલમાં ફેંકી દેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ત્યાંથી પસાર થતા લોકોએ યુવાનને અર્ધબેભાન હાલતમાં મેડિકલ કોલેજમાં સારવાર અર્થે દાખલ કર્યો હતો.

પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી

યુવકને માર માર્યા બાદ તેના  ગળામાંથી ચેન મોબાઈલ અને રોકડ રકમની લૂંટ કરી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો