મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Mahesanaના જોટાણા નજીક ભયાનક અકસ્માત, ટેમ્પોની ટક્કરે બાઈકમાં આગ લાગતાં બે યુવકોના મોત

મહેસાણા જિલ્લાના મીઠા અને જોટાણા વચ્ચેના માર્ગ પર એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી

Mahesanaના જોટાણા નજીક ભયાનક અકસ્માત, ટેમ્પોની ટક્કરે બાઈકમાં આગ લાગતાં બે યુવકોના મોત
આ સમાચાર સાંભળો

મહેસાણા જિલ્લાના મીઠા અને જોટાણા વચ્ચેના માર્ગ પર એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં એક ટેમ્પો અને મોટરસાયકલ વચ્ચે થયેલી જોરદાર ટક્કરને કારણે ભયાનક આગ ફાટી નીકળી હતી. ટક્કર બાદ જોતજોતામાં બાઈક આગની લપેટમાં આવી ગયું હતું. આ દુર્ઘટનામાં બાઈક પર સવાર બે યુવકોના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા.

બાઈક અને ટેમ્પો વચ્ચે અકસ્માતમાં 2 યુવકના કરૂણ મોત

આ અકસ્માતને પગલે આસપાસના વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાથમિક અહેવાલો મુજબ, મૃતક યુવકોમાં એક જોટાણાનો અને બીજો ખારા ગામનો વતની હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

હાલમાં બંને યુવકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને અકસ્માત અંગેની વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો