ચોટીલામાં મહિલાઓએ આરોપીના ત્રાસથી પોલીસ સ્ટેશન પર કર્યો હલ્લાબોલ, પોલીસ ઉપર લગાવ્યા ગંભીર આરોપ
ચોટીલાના ઘાંચીવાડ વિસ્તારમાં ખૂંખાર આરોપીના ત્રાસને લઈને મહિલાઓએ

ચોટીલાના ઘાંચીવાડ વિસ્તારમાં ખૂંખાર આરોપીના ત્રાસને લઈને મહિલાઓએ કર્યો પોલીસ સ્ટેશન ઉપર હલ્લાબોલ. રૂપિયાનું સેટિંગ કરીને સામાન્ય ફરિયાદ નોંધી પોલીસ જામીન આપી દેતી હોવાના આક્ષેપ સાથે મહિલાઓએ કર્યો વિરોધ.
હત્યા, ધાક-ધમકીના ગુના હોવા છતાં પોલીસ પકડથી દૂર
ચોટીલાના ઘાંચીવાડ વિસ્તારમાં અવેશ ગની નામના શખ્સના આતંકથી ત્રાસીને મહિલાઓએ પોલીસ સ્ટેશન પર હલ્લા બોલ કર્યો હતો. પોલીસ દ્વારા અવેશ ગની નામના શખ્સ સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે પોલીસ મથકે મહિલાઓએ વિરોધ કર્યો હતો. સાથે જ પોળસે ફરિયાદીની સંતોષકારક ફરિયાદ ન લેતા ઘાંચીવાડની મહિલાઓ આત્મવિલોપનની ચીમકી સાથે પોલીસ સ્ટેશન ધસી આવી હતી. ખૂંખાર આરોપી અવેશ ઉપર હત્યા, ધાકધમકી સહિત અને ગંભીર ગુના પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. તે છતાં પણ આરોપી ખુલ્લેઆમ ફરી રહ્યો છે.
પોલીસ આરોપીને છાવરી રહી હોવાના આક્ષેપ
અવેશને પોલીસ છાવરી રહી અને રૂપિયાનું સેટિંગ કરીને સામાન્ય ફરિયાદ નોંધી તેને જામીન આપ્યા હોય તેવાં મહિલાઓએ જાહેરમાં પોલીસ સામે આક્ષેપ કર્યા હતા. આ સાથે જ એક ફરરીયાદી આક્ષેપ લગાવતા કહ્યું હતું, "પોલીસ અવેશ ગણિભાઈથી ડરી ગઈ છે અથવા પોલીસ તેને છાવરી રહી છે. ઘણા મહિનાથી પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈને કંટાળી ગયો છું. હવે અવેશ ગનીભાઈ મારી હત્યા કરી નાંખશે તો પણ પોલીસ કાર્યવાહી નહીં કરે. ચોટીલા પોલીસ દ્વારા અવેશ ગનીભાઈ ઉપર કાયદાકીય ગાળીયો મજબૂત નહીં કરવામાં આવે તો ઉચ્ચ અધિકારી પાસે નાછૂટકે ફરિયાદ કરવા મજબૂર થવું પડશે."








