મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: નશાની હાલતમાં નબીરાએ ત્રણ લોકોને લીધા અડફેટે, કારમાંથી દારૂની બોટલ મળી આવી

ગાંધીનગરમાં નબીરઓ બેફામ બન્યા હતા, ગત મોડી રાત્રે અડાલજ ત્રિ મંદિર પાસે કાર ચાલકે બે લોકોને અડફેટે લ

અમદાવાદ: નશાની હાલતમાં નબીરાએ ત્રણ લોકોને લીધા અડફેટે, કારમાંથી દારૂની બોટલ મળી આવી

ગાંધીનગરમાં નબીરઓ બેફામ બન્યા હતા, ગત મોડી રાત્રે અડાલજ ત્રિ મંદિર પાસે કાર ચાલકે  બે લોકોને અડફેટે લીધા હતા, કાર ચાલક ત્યાંથી ભાગીને ચાંદખેડા વિસ્તારમાં પહોંચ્યા હતાં, ત્યાં પણ એક શખ્સને હડફેટે લીધો હતો. ટક્કર મારીને ફરાર થયેલા કાર ચાલકનો સ્થાનિકોએ પીછો કર્યો હતો. લોકોએ ગંભીર આરોપ લગાવ્યો હતો કે બન્ને યુવાનો  નશાની હાલતમાં હતા.

યુવાનને ઝડપીને લોકોએ આપ્યો મેથીપાક

કાર ચાલકને આખરે સ્થાનિકોએ ઝડપી લીધો હતો. જો કે તે સમયે કારમાં બે યુવાનો સવાર હતા, તકનો લાભ લઈને એક શખ્સ બચીને ફરાર થવામાં સફળ થયો હતો. બીજા યુવાનને ઝડપીને લોકોએ મેથીપાક આપ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

કારમાંથી દારૂની બોટલ મળી આવી

કારમાં તપાસ કરતા તેમાંથી દારૂની બોટલ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં જ  પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને કાર ચાલકને કસ્ટડીમાં લીધો હતો, અકસ્માતે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો