મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સ્થાનિકોની ફરિયાદોને લઈને ઇમરાન ખેડવાલાનો AMC સામે વિરોધ, સબ ઝોનલ કચેરીની કરી તાળાબંધી

પ્રાથમિક સુવિધાઓને લઈને ફરિયાદ કરવા છતાં સમસ્યાનો ઉકેલ નહીં આવતા જમાલપુર ખાતે કોર્પોરેશનની સ

સ્થાનિકોની ફરિયાદોને લઈને ઇમરાન ખેડવાલાનો AMC સામે વિરોધ, સબ ઝોનલ કચેરીની કરી તાળાબંધી

પ્રાથમિક સુવિધાઓને લઈને ફરિયાદ કરવા છતાં સમસ્યાનો ઉકેલ નહીં આવતા જમાલપુર ખાતે કોર્પોરેશનની સબ ઝોનલ કચેરી તાળાબંધી કરી ઈમરાન ખેડાવાલા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. 

AMC કર્મચારીઓ કામ નહીં કરતાં અને પ્રાથમિક સુવિધાઓની ફરિયાદ લઈને સ્થાનિકો ઈમરાન ખેડાવાલા સમક્ષ પહોંચ્યા હતા. જનતાની પ્રાથમિક સુવિધાઓ જેવી કે પાણીની, ગટરની અને રોડરસ્તાની ફરિયાદો અનેકવાર કરી હોવા છતાં નિરાકરણ ન આવતા ઈમરાન ખેડાવાલાને રજૂઆત કરવામાં આવી હતી.

જનતાની ફરિયાદો સાંભળી ઈમરાન ખેડવાલા જમાલપુર AMC સબઝોનલ કચેરી ખાતે પહોંકયા હતા. જ્યાં સ્થાનિકોની ફરિયાદોનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ રહેતા અધિકારીઓ ઓફિસમાં બેસીને માત્ર વાતો કરતાં હોવાનું ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું. ખેડાવાલા તેમજ સ્થાનિકો દ્વારા જમાલપુર સબ ઝોનલ ઓફિસ ખાતે તાળાબંધી કરી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો