Ahmedabad: કોટ વિસ્તારમાં સોના-ચાંદી ગાળવાની ગેરકાયદેસર ભઠ્ઠીઓ ફરી ધમધમી, સ્થાનિકોએ કરી તાત્કાલિક કાર્યવાહીની માંગ
અમદાવાદના કોટ વિસ્તારમાં સોના-ચાંદી ગાળવાની ગેરકાયદેસર ભઠ્ઠીઓ ફરી ધમધમતી જોવા મળી રહી છે. ખાડિયા, કાલ

અમદાવાદના કોટ વિસ્તારમાં સોના-ચાંદી ગાળવાની ગેરકાયદેસર ભઠ્ઠીઓ ફરી ધમધમતી જોવા મળી રહી છે. ખાડિયા, કાલુપુર અને રતનપોળ વિસ્તારમાં પ્રતિબંધ હોવા છતાં આવી ભઠ્ઠીઓ ખુલ્લેઆમ ચાલી રહી છે. રતનપોળ હાથીખાનામાં પણ ભઠ્ઠીઓના ધુમાડા અને એસિડના વપરાશથી વેપારીઓ તથા રહેવાસીઓ હેરાન છે. એસિડ અને કેમિકલના ઉપયોગથી હવામાં પ્રદૂષણ ફેલાય છે અને ડ્રેનેજ લાઇનને નુકસાન થતું હોવાની ફરિયાદ ઉઠી છે. મહાનગરપાલિકા તેમજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ની ઢીલી નીતિને કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા છે. ભૂતકાળમાં હાઇકોર્ટના આદેશ બાદ આવી ભઠ્ઠીઓ પર પ્રતિબંધ મૂકાયો હોવા છતાં નિયત્રણ એજન્સીઓની ઢીલી નીતિને કારણે લોકોના સ્વાસ્થ્ય પર જોખમ વધ્યું છે. સ્થાનિકોએ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.




