Video: 'મીડિયા ન હોય તો નિશ્ચિતપણે બોલી શકાય છે', જાણો શા માટે ડભોઇ ધારાસભ્યએ આપ્યું આ નિવેદન
'If there is no media, one can speak with certainty', Dabhoi MLA | ડભોઇ ભાજપ ધારાસભ્ય શૈલેષ મહેતાનું ફરી એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. એક સ્નેહમિલન કાર્ય
ડભોઇ ભાજપ ધારાસભ્ય શૈલેષ મહેતાનું ફરી એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. એક સ્નેહમિલન કાર્યક્રમમાં તેઓએ કહ્યું હતું કે મીડીયા-પત્રકારો નાં હોય તો ખુલીને બોલી શકાય છે. સમગ્ર વક્તવ્યનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
વક્તવ્યનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
પ્રાપ્ત માહિતી મુજબ થુવાવી જિલ્લા પંચાયતનાં સ્નેહમિલન કાર્યક્રમમાં ડભોઇ ધારાસભ્ય શૈલેષ મહેતાએ એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે થુવાવી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની સીટ હતી ત્યાં સુધી ગ્રાન્ટ મળતી નહોતી. ભાજપના આવ્યા બાદ 15 કરોડ ગ્રાન્ટ ફાળવાઇ છે. મીડીયા-પત્રકારો નાં હોય તો ખુલીને બોલી શકાય છે અને તમે પણ ખુલીને સાંભળી શકો છો. અત્રે ઉલ્લેખનીય છે કે થુવાવી જિલ્લા પંચાયતનાં સદસ્ય થોડા સમય પૂર્વે કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા હતા.સમગ્ર વક્તવ્યનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.




