અમદાવાદ: 'સરકાર અમને શિક્ષણનું કામ નહી કરવા દે તો અમે તંબુ બાંધીને ભણાવીશું', 150થી વધુ સ્કૂલો સીલ
રાજ્યમાં વેકેશન પછી શાળાનું સત્ર શરૂ થઈ ગયું છે. ત્યારે આ પહેલા રાજકોટ અગ્નિકાંડના ક

રાજ્યમાં વેકેશન પછી શાળાનું સત્ર શરૂ થઈ ગયું છે. ત્યારે આ પહેલા રાજકોટ અગ્નિકાંડના કારણે અમદાવાદની વિવિધ સ્કૂલોમાં તંત્ર દ્વારા ફાયર સેફ્ટી, BU વગેરે મામલે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઘણી સ્કૂલોમાં તંત્રે ફાયર સેફ્ટીના મામલે નોટિસ પણ ફટકારી છે. કેટલીક સ્કૂલોમાં BUનો વિવાદ પણ વકર્યો હતો. ત્યારે BU પરમિશન મુદ્દે શાળા સંચાલકોએ સરકારને ચીમકી આપી છે.
સરકાર અમને શિક્ષણનું કામ નહી કરવા દે તો અમે તંબુ બાંધીને ભણાવીશું
શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું કે સરકાર અમને શિક્ષણનું કામ નહી કરવા દે તો અમે શાળા બહાર તંબુ બાંધી બાળકોને ભણાવીશું.
BU પરમિશન અને ફાયર NOC ન હોવાના કારણે વહીવટી તંત્રએ બે દિવસમાં 150થી વધુ શાળાઓને સીલ કરવામાં આવી છે. વર્ષ 2001ના ભૂકંપ બાદ BU પરમિશન જેવા નિયમો આવ્યા એ પહેલા આ પ્રકારના નિયમો નહોતા, અગાઉની જેમ બિલ્ડિંગ માટે તેનો સ્ટ્રકચર રિપોર્ટ માન્ય રાખવો જોઈએ.
અમદાવાદના 64 હજારથી વધુ વિદ્યાર્થીઓને અભ્યાસમાં અસર
શાળાઓએ દર 3 વર્ષે સ્ટ્રકચર સ્ટેબીલિટીનો રિપોર્ટ આપવો જોઈએ તેવો નિયમ હોવો જોઈએ. વહીવટી તંત્રની કામગીરીથી અમદાવાદના 64 હજારથી વધુ વિદ્યાર્થીઓને અભ્યાસમાં અસર થઈ છે.






