મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઉપલેટા:મજેઠી ગામના 40 ખેડૂતોએ દબાણનો લગાવ્યો આરોપ, સરકાર ઉકેલ નહીં લાવે તો આંદોલનની ઉચ્ચારી ચિમકી

રાજકોટના ઉપલેટા તાલુકાના મજેઠી ગામના 40 ખેડૂતોની 1000 વીઘા જમીન આવેલી છે, જેમાં ખેતરો આવ્યા છે. ત્યારે આ ખેતરના

ઉપલેટા:મજેઠી ગામના 40 ખેડૂતોએ દબાણનો લગાવ્યો આરોપ, સરકાર ઉકેલ નહીં લાવે તો આંદોલનની ઉચ્ચારી ચિમકી

રાજકોટના ઉપલેટા તાલુકાના મજેઠી ગામના 40 ખેડૂતોની 1000 વીઘા જમીન આવેલી છે, જેમાં ખેતરો આવ્યા છે. ત્યારે આ ખેતરના રસ્તામાં દબાણ થયાની ફરિયાદ થઈ છે.  આ ફરિયાદને લઈને અહીંયાના ખેડૂતોએ આ મામલાને લઈને એક વર્ષથી અનેક લેખિત ફરિયાદો કરવામા આવી હોવા છતા કોઈ નિરાકરણ ન આવતા ખેડૂતો લડી લેવાના મૂડમા જોવા મળ્યા હતા. 

33 ફૂટનો હતો તે હવે માત્ર પાંચ કે સાત ફૂટ જેટલો જ રસ્તો રહ્યો 

ખેડૂતોએ આરોપ લગાવ્યો કે જે રસ્તો 33 ફૂટનો હતો તે હવે માત્ર પાંચ કે સાત ફૂટ જેટલો જ રસ્તો રહ્યો છે. બાકીના રસ્તા પર દબાણ થઈ જવાના કારણે  ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યા છે. ખેડૂતોએ ગંભીર આરોપ લગાવ્યા હતા કે કેટલાક શખ્સોએ પોતાની જમીનનું ક્ષેત્રફળ વધારવા માટે રસ્તામાં દબાણ કર્યું છે. 

મોંઘા ભાડાઓ અને મોંઘી મજૂરીઓ ચૂકવવી પડે છે

ખેડૂતોની ખેત પેદાશોને ગામ સુધી કે ખેતરમાંથી બહાર લઈ જવા માટે ભારે તકલીફ પડી રહી છે, અને મોંઘા ભાડાઓ અને મોંઘી મજૂરીઓ ચૂકવ્યા છતાં પણ તેમનો માલ ભરવા માટે કોઈ માલ વાહન કે મજૂરો આવતા નથી.

આ ખેડૂતોને હવે વાવણી કરવા માટે કોઈ વિકલ્પ બચ્યો નથી. આ બાબતમાં જો જવાબદાર તંત્ર અને સરકારી વિભાગ આ સમસ્યા અને દબાણને દૂર કરવાનું કામ આગામી દિવસોમાં નહીં કરે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી પણ ચીમકી લેખિતમાં અને મૌખિક ઉચ્ચારી છે.

આ સમાચાર શેર કરો