મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નળસરોવરમાં બોટિંગ પર પ્રતિબંધ મૂકાતા ગરીબ પરિવારો ચિંતામાં, સ્થાનિક આગેવાનોએ કરી આ માંગ

રાજ્યના નળસરોવરમાં બોટિંગ પર પ્રતિબંધ મૂકાતા ગરીબ પરિવારો ચિંતામાં મૂકાયો છે, મળતા અહેવાલ પ્રમાણ

રાજ્યના નળસરોવરમાં બોટિંગ પર પ્રતિબંધ મૂકાતા ગરીબ પરિવારો ચિંતામાં મૂકાયો છે, મળતા અહેવાલ પ્રમાણે બોટિંગ સાથે જોડાયેલા પરિવારજનો સતત બીજા વર્ષે પણ મહુર્ત કરી શક્યા નહોતા. મળતા અહેવાલ પ્રમાણે વિરમગામ, લીંબડી, બાવળા તાલુકાના સંખ્યાબંધ લોકો બોટિંગના વ્યવસ્યા સાથે જોડાયેલા છે. આ પરિવારો બેરોજગાર બન્યા છે. ઉલ્લેખનીય છે કે લાભ પાંચમના દિવસે પણ બોટોના કિનારા પર થપ્પા લાગ્યા છે. 


નાવિકો અને તંત્ર આમને-સામને

સરકારના નીતિ-નિયમ વાળી નવી બોટની કિંમત અંદાજે રૂ.80,000 થી રૂ.90,000 જેટલી ઊંચી છે. તંત્ર દ્વારા નાવિક માલિકોને આ નવી બોટ ખરીદવા માટે લોન સહાય આપવાની પણ ખાતરી આપવામાં આવી છે. આમ છતાં, સ્થાનિક નાવિક માલિકો આટલી મોંઘી બોટ ખરીદવા તૈયાર નથી અને તેઓ પોતાની જૂની બોટો દ્વારા જ નૌકા વિહાર ચાલુ રાખવા માંગ કરી રહ્યા છે. બીજી તરફ, વન વિભાગ સુરક્ષાના કારણોસર જૂની બોટોને મંજૂરી આપવા બિલકુલ તૈયાર નથી.

આ સમાચાર શેર કરો